રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2017 (11:40 IST)

અમેરિકાના 'મધર ઓફ ઓલ બોમ્બ્સ'થી પાકિસ્તાન અને ISI એ કેમ ગભરાવવુ જોઈએ ?

અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બ્સએ બગદાદી અને તેના ચેલાઓની ઊંઘ ઉડાડી દીધી હશે. પણ ગભરાવવાની જરૂર રાવલપિંડીમાં હાજર આઈએસઆઈના મહારથીઓને પણ હશે. 
 
'મધર ઓફ ઓલ બોમ્બ્સ' થી કેમ ખુશ થશે તાલિબાન ? 
 
ગુરૂવારે નંગરહારમાં અમેરિકી હુમલાના નિશાન પરઆઈએસઆઈનુ ખુરાસાન મૉડ્યૂલ હતુ. આ મોડ્યૂલ છેલ્લા લગભગ 2 વર્ષથી અફગાનિસ્તાનના પૂર્વી ભાગમાં અફગાની તાલિબાનને પડકાર આપી રહ્યુ હતુ. વર્ષ 2015માં મુલ્લા ઉમરના મોતના ખુલાસા પછી મુલ્લા અખ્તર મંસૂરને તાલિબાનના સરગના તરીકે પસંદ કરવામાં આવ્યા.  પણ સંગઠનનો એક ભાગ આ નિર્ણયથી ખુશ નહોતો અને તાલિબાનથી અલગ થઈને IS સાથે જોડાય ગયો હતો.  પાકિસ્તાની સેનાની કાર્યવાહી પછી પાકિસ્તાની તાલિબાનના અનેક આતંકી પણ આ મોડ્યૂલમાં જોડાયા હતા. તેથી આ અમેરિકાની આ કાર્યવાહીએ અફગાની તાલિબાનના દુશ્મનોને જ ખતમ કરવાનુ કામ કર્યુ છે. 
 
ISI એ કેમ ગભરાવવાની જરૂર છે ? 
 
પણ તેના પર પણ  ISIની પાસે ખુશ થવાના કારણ ખૂબ જ ઓછા છે. ISISના ખુરાસાન મૉડ્યૂલને પાકિસ્તાનના અનેક એવા સુન્ની ચરમપંથી સંગઠનોનુ પણ સીધુ સમર્થન મળ્યુ છે જે ISIની ઉપજ છે. અમેરિકી કાર્યવાહી પાકિસ્તાની સરહદથી માત્ર 60 કિલોમીટર દૂર થયુ છે. આ વિસ્તાર ISIની આતંકી ગતિવિધિયોથી હંમેશા ગરમાયેલુ રહે છે. આ હુમલા સાથે રાષ્ટ્રપતિ ટ્રંપે બતાવી દીધુ છે કે તે જરૂર પડતા ગમે ત્યા આતંકીઓ પર હુમલો કરવાનુ ચુકે નહી. આ જગજાહેર છે કે અફગાની તાલિબાનના બધા સરગના અને તેમના પરિવાર પાકિસ્તાનના ક્વેટામાં રહે છે.  તેથી ISIને આ ચિંતા જરૂર સતાવશે કે શુ ટ્રંપના નિશાના પર ક્વેટા પણ હશે ?