શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2017 (18:07 IST)

પાકિસ્તાન ચેનલની અફવા - ઓમપુરીના મોત પાછળ ડોભાલ અને મોદી, હવે નંબર સલમાન ખાન અને ફવાદ ખાનનો !!

ઓમપુરીના મોતને લઈને જુદી જુદી અફવાઓનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલો સુધી અનેક પ્રકારની વાતો થઈ રહી છે. પણ ઓમપુરીના મોતને લઈને એક પાકિસ્તાની ટીવી ચેનલે તો હદ જ પાર કરી નાખી. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઓમપુરીની ગરદન પર કેટલાક ઘાયલ થવાના નિશાન જોવા મળ્યા હતા.  ત્યારબાદ  પોલીસે આ સંબંધમાં મામલો પણ નોંધાવ્યો છે. પણ પાકિસ્તાની ચેનલે પોતાના એક શો માં દાવો કર્યો કે ઓમપુરીની ક્રૂર હત્યા થઈ છે અને આ હત્યા પાછળ કોઈ બીજુ નહી પણ પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો પણ સમાવેશ છે. 
 
આ દાવો પાકિસ્તાની ટીવી ચેનલ બોલ ટીવીએ પોતાના એક શો માં કર્યો છે.  શો માં દાવો કરવામાં આવ્યો કે મોદી અને ડોભાલે ઓમ પુરીને એ માટે મરાવ્યો કારણ કે તેમણે ઉરી હુમલા પછી પાકિસ્તાની કલાકારોનુ સમર્થન કર્યુ હતુ. 
 
એટલુ જ નહી શો માં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓમપુરીને અજીત ડોભાલે પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યા તેમને ખૂબ મારવામાં આવ્યા. ત્યારબાદ તેમને મા પર ગાળો પણ આપવામાં આવી અને તેમને ન્યૂડ કરવામાં આવ્યા.  ચેનલે જે અંદાજમાં વાત કરી છે તે જોઈને હસવુ આવી જાય છે. 
 
શો મા કહેવામા આવ્યુ કે ડોભાલે ઓમપુરીને મજબૂર કર્યો અને તેમને કહેવામાં આવ્યુ કે, "તમે શહીદ નિતિન યાદવના ગામ જઈને આસુ વહેડાવવા પડશે. કારણ કે તમે શહીદો વિરુદ્ધ નિવેદન આપીને તેમનુ અપમાન કર્યુ છે.  તમે એક ખૂબ મોટા અભિનેતા છો તમે સારી રીતે રડી શકો છો.  ત્યા શહીદના પરિવારની માફી માંગવી પડશે.  તમને જીવવાનો અધિકાર નથી. જો તમે ઈચ્છો કે તમને શાંતિનુ મોત મળે તો તમારે ત્યા જવુ પડશે.  ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે." 
 
લગભગ 28 મિનિટના આ શો માં એંકરે એક પછી એક સનસનીખેજ ખુલાસા કર્યા છે. એંકરનુ કહેવુ છે કે કત્લ પહેલા તેમને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો.  પછી તેઓ બેહોશ થઈ ગયા તો તેમનુ ઓશિકાથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી.  તેમના નખમાં કોઈની ચામડી પણ મળી છે. આ ચામડી ખૂન કરનારા એજંટની છે. 
 
ચેનલનો દાવો છે કે હવે નંબર સલમાન ખાન અને ફવાદ ખાનનો 
 
ભવિષ્યવાણી કરતા એંકરનુ કહેવુ છે કે હવે સલમાન ખાન, માહિરા ખાન અને ફવાદ ખાનનુ પણ ખૂન કરવાનો પ્લાન દિલ્હીમાં બનાવ્યો છે.   એટલુ જ નહી એંકરને બધો પ્લાન અને સ્થાન પણ જાણી લીધા છે. એંકરે જણાવ્યુ કે માહિરા ખાનને રઈસની પાર્ટીમાં બોલાવવામાં આવશે અને ત્યા ભીડના રૂપમાં તેમની પર હુમલો થશે.