શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 7 જાન્યુઆરી 2017 (11:46 IST)

અમેરિકાના ફ્લોરિડા એરપોર્ટ પર અંધાધુંધ ગોળીબાર, 5ના મોત

અમેરિકાના ફલોરીડામાં લોડરડેલ એરપોર્ટના ટર્મિનલ 2 પર એક હુમલાખોરે અંધાધુંધ ગોળીબાર કરતા પાંચ લોકોના મોત થયા છે અને 8 થી વધુ લોકોને ઇજા થઇ છે. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હુમલાવરની ઓળખ એસ્ટબેન સેંટિયાગો(26) ના રૂપમાં થઈ છે. આરોપીની ઉંમર 26 વર્ષની છે. આ ઘટના ગઇકાલે મોડીરાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 11-30 કલાકે એરપોર્ટના ટર્મીનલ-રના બેગેજકલેમ એરીયામાં બની હતી.  ફાયરિંગનો સામાન તેના લગેજમાં જ હતો. આ ઉપરાંત તેની પાસે મિલિટ્રીનું આઈડી કાર્ડ પણ હતુ.  એસ્ટબેનને મેંટલી ડિસ્ટર્બ પણ બતાવાય રહ્યો છે. તે નેશનલ ગાર્ડ રહી ચુક્યો છે. 
 
જે સમયે ઘટના બની તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિના પુર્વ પ્રેસ સેક્રેટરી એરી ફલીસર એરપોર્ટ પર હાજર હતા. તેમણે ઘટના અંગે ટવીટ્ કરી માહિતી આપી હતી કે ઘટના બાદ ભારે ભાગદોડ મચી હતી. ફાયરીંગ બાદ પોલીસે સમગ્ર એરપોર્ટ સીલ કરી દીધુ હતુ અને કોઇને બહાર જવા દેવાયા ન હતા.   મળતા અહેવાલો મુજબ ઘટના બાદ અનેક ઘાયલ જમીન ઉપર પડેલા દેખાયા હતા અને લોકો મદદ માટે પોકાર કરતા હતા. આ ઘટના બાદ તરત જ એરપોર્ટ પર કામકાજ બંધ કરી દેવાયુ હતુ અને ફલાઇટો અટકાવી દેવાઇ હતી.