1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
  4. plane-dropped-thousands-of-fish

વાયરલ Video: આકાશમાંથી તળાવમાં પડી હજારો માછલીઓ, જાણો કેવી રીતે

વાયરલ  Video:
અમેરિકાના ઉટાહમાં તાજેતરમાં જ એક ગઝબનો નજારો જોવા મળ્યો. અહી આકાશમાં હજારો માછળીઓ દેખાય રહી હતી. આ ઘટનાનો વીડિયો Utah Division of Wildlife Resources એ પોતાના ફેસબુક પેજ પર શેયર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્લેનમાંથી હજારો માછલીઓ ઉટાહ ઝીલમાં પડી રહી છે. આ વીડિયો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
ઉલ્લેખનીય છે કે ઊંચાઈ પર સ્થિત ઉટાહના આ તળાવમાં માછલીઓ નથી. તેથી અહી માછલીઓનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. 
 
 
Utah Division of Wildlife Resource એ પોતાના ટ્વીટમાં બતાવ્યુ છે આ માછલી ખૂબ નાની હોય છે તેમની લંબાઈ 1 થી 3 ઈંચ હોય છે. 95 ટકા માછલીઓને સહેલાઈથી આ રીતે પાડવામાં આવે છે.  આટલી વધુ ઊંચાઈ પરથી પડવા પર પણ તેમને કોઈ નુકશાન થતુ નથી. 
 
પ્લેન દ્વારા માછલીઓ અહી એ માટે પાડવામાં આવે છે કારણ કે તળાવને રિમોટ એરિયામાં હોવાને કારણે અહી રોડ દ્વારા પહોંચવાનો કોઈ માર્ગ નથી. 
આગળનો લેખ
ટીચર્સ ડે પર ઋત્વિક રોશને તેમની આગામી ફિલ્મ સુપર 30નું ફર્સ્ટ લુક શેયર કર્યુ