રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: માસ્કો. , મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (10:25 IST)

રૂસના રાજદૂતની ગોળી મારીને હત્યા

તુર્કીમાં રૂસના રાજદૂત આંદ્રેઈ કાર્લોવની રાજધાની અંકારામાં થયેલ એક બંદૂક હુમલામાં ગોળી વાગવાથી આજે મોત થઈ ગયુ. રૂસી વિદેશ મંત્રાલયે તેને આતંકવાદી કૃત્ય બતાવ્યુ છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યુ, "અંકારામાં આજે એક હુમલામાં રૂસી રાજદૂત આંદ્રેઈ કાર્લોવ ઘાયલ થઈ ગયા જેનાથી તેમનુ મોત થઈ ગયુ. તેમણે એ પણ કહ્યુ કે જે કંઈપણ થયુ. તે એક આતંકવાદી કૃત્ય છે. 
 
તેમને કહ્યુ, "હત્યારાને દંડિત કરવામાં આવશે.  પ્રવક્તાએ કહ્યુ, "આજે આ મુદ્દાને સંરા સુરક્ષા પરિષદમાં ઉઠાવવામાં આવશે. આતંકવાદની જીત નથી થઈ શકતી." અંકારાના મેયરે બંદૂકધારીની ઓળખ તુર્કીના પોલીસ કર્મચારીના રૂપમાં કરી છે. હુમલાવરે અંકારા કલા પ્રદર્શની દરમિયાન રાજદૂત પર હુમલો કર્યો. તે બૂમો પાડી રહ્યો હતો, "અલ્લેપો" અને "બદલો". 
 
રૂસે કહ્યુ કે રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનેન સૂચિત કરવામાં આવ્યા છે. આ ઘટનાથી થોડા દિવસ પહેલા તુર્કીએ સીરિયામાં રૂસની ભૂમિકાનો વિરોધ કર્યો હતો. જો કે રૂસ અને તુર્કી હાલ બરબાદ થયેલ અલ્લેપો શહેરમાંથી નાગરિકોને કાઢવાનુ કામ હળીમળીને કરી રહ્યા છે.