1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
  4. Shinzo Abe Attacked:

Shinzo Abe Attacked: જાપાનના ભૂતપૂર્વ PM શિન્ઝો આબે પર હુમલો, છાતીમાં ગોળી હુમલાખોર પકડાયો

Shinzo Abe Attacked
Shinzo Abe Attacked- જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી વાગી છે. શિન્ઝો આબે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર હુમલો થયો. તેને છાતીમાં ગોળી વાગી છે. જાપાનના NHK વર્લ્ડ ન્યૂઝ અનુસાર, આબે ઘાયલ થયા છે. શંકાસ્પદ હુમલાખોરને સ્થળ પરથી પકડી લેવામાં આવ્યો છે.

શિન્ઝો આબેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. NHK વર્લ્ડ ન્યૂઝે જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને સ્થળ પર એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આગળનો લેખ
ગેસ સિલિન્ડરમાં ભાવ વધારાના વિરોધમાં લોકો રોડ પર ઉતરી આવ્યા