રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (11:46 IST)

ઓસ્કર સમારંભમાં છવાયો 8 વર્ષનો આ ભારતીય કલાકાર

લૉસ એંજલિસમાં ચાલી રહેલ 89મા ઓસ્કર સમારંભમાં રેડ કાર્પેટ પર હોલીવુડની તમામ મોટી હસ્તિયો જોવા મળી. પણ આ મોટી હસ્તિયો વચ્ચે એક 8 વર્ષનો એક ભારતીય બાળક ચર્ચામાં રહ્યો. ફિલ્મ 'લૉયન' માં દેવ પટેલના બાળપણનો રોલ કરનારા સની પવાર પર સૌની નજર ટકી ગઈ. સનીને ઈંગ્લિશ નહોતુ આવડતુ તેની સાથે હંમેશા એક ટ્રાંસલેટર રહે છે. જે તેમને બધી વસ્તુઓ હિન્દીમાં સમજાવે છે.  સનીએ આ ફિલ્મમાં સારુ કામ કર્યુ છે. તેમની અદાકારી જોઈને હોલીવુડના કલાકાર પણ દંગ રહી ગયા. 
ઓસ્કર સમારંભમાં છવાયેલ 8 વર્ષના આ ભારતીય કલાકાર લૉસ એંજલિસમાં ચાલી રહેલ 89માં ઓસ્કર સમારંભમાં રેડ કાર્પેટ પર હોલીવુડની તમામ મોટી હસ્તિયો જોવા મળી. 
 
સની પવાર જ્યારે રેડ કારપેટ પર ઉતર્યા તો આત્મવિશ્વાસથી ભરેલા હતા. તેમના પહોંચતા જ બધા કેમેરા તેમની તરફ વળી ગયા. જ્યારે મીડિયાએ તેમને પુછ્યુ કે દુનિયાના સૌથી મોટા એવોર્ડ સમારંભમાં આવીને કેવુ લાગી રહ્યુ છે જે તો તેમણે કહ્યુ કે તે ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે.