સંબંધિત સમાચાર
- ટ્રંપ અને જેલેસ્કીની મુલાકાત પહેલા રૂસે યુક્રેન પર કયો સૌથી મોટો હુમલો, મિસાઈલ અને ડ્રોન અટેકથી હલી ગયુ કીવ
- ગુજરાતી સ્ટુડેંટને રશિયન આર્મીમાં સામેલ થવા માટે કર્યો મજબૂર, SOS વીડિયોમાં PM મોદી પાસે માંગી મદદ
- મહારાષ્ટ્રમાં ભાજપની જંગી જીત પર પીએમ મોદીનું પહેલું નિવેદન, "અમે રાજ્યભરના દરેક નાગરિકની સુખાકારી માટે પ્રતિબદ્ધ છીએ."
- PM મોદી-અદાણી નો ડીપ ફેક વિડીયો... કોર્ટે કોંગ્રેસ નેતાઓને કંટેટ હટાવવાનો આપ્યો આદેશ
- IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ
રાષ્ટ્રપતિ પુતિનના ઘરને યૂક્રેને બનાવ્યુ નિશાન ? PM મોદીએ બતાવી ચિંતા, કહ્યુ - આવા કોઈપણ કામથી બચો, ટ્રમ્પ પણ ભડક્યા
Narendra Modi on Putin Residence Attacked: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રહેઠાણ પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાના સમાચારથી ચિંતા દર્શાવી. તેમણે આ વાત પર જોર આપ્યુ કે શાંતિ માટે કૂટનીતિ જ એકમાત્ર વિશ્વાસપાત્ર રસ્તો છે. આ રિપોર્ટ્સ પર પ્રતિક્રિયા આપતા મોદીએ કહ્યુ કે તેઓ વર્તમાન દુશ્મની વચ્ચે તનાવને વધુ વધારનારી ઘટનાઓને લઈને ખૂબ ચિંતિત છે.
X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યુ, રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ ના રહેઠાણને નિશાન બનાવવાના સમાચારથી ખૂબ જ ચિતિત છે. ચાલી રહેલી ડિપ્લોમૈટિક કોશિશો દુશ્મની ખતમ કરવા અને શાંતિ જાળવવાનો સૌથી સરળ રસ્તો છે. અમે બધા સંબંધિત પક્ષોને આગ્રહ કરીએ છીએ કે આ પ્રયત્નો પર ધ્યાન આપો અને એવુ કોઈ કામ કરવાથી બચો જે તમને કમજોર કરી શકે છે
Deeply concerned by reports of the targeting of the residence of the President of the Russian Federation. Ongoing diplomatic efforts offer the most viable path toward ending hostilities and achieving peace. We urge all concerned to remain focused on these efforts and to avoid any…
— Narendra Modi (@narendramodi) December 30, 2025
રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે દાવો કર્યો હતો કે કિવ દ્વારા રશિયાના નોવગોરોડ ક્ષેત્રમાં વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેના એક દિવસ પછી વડા પ્રધાનનું આ નિવેદન આવ્યું છે. રશિયાએ ચેતવણી આપી હતી કે આ ઘટના વાટાઘાટો પર મોસ્કોના વલણને અસર કરશે.
ટ્રમ્પ પણ ગુસ્સે થયા
અગાઉ, બે લડતા દેશો વચ્ચે શાંતિ કરાર કરાવવાનો પ્રયાસ કરી રહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેઓ ખૂબ ગુસ્સે છે. ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમને કહ્યું હતું કે યુક્રેનિયન ડ્રોન દ્વારા તેમના એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે, આ દાવાને કિવ (યુક્રેન) દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.
ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો રિસોર્ટમાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાત પહેલાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે પુતિને દિવસની શરૂઆતમાં ફોન પર આ મુદ્દો ઉઠાવ્યો હતો.
