શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 જુલાઈ 2020 (11:00 IST)

Remdesivir - દુનિયામાં સપ્લાય થનારી કોરોનાની બધી દવા US એ ખરીદી

અમેરિકાએ કોરોના વાયરસની પહેલી કારગર દવા રેમડેસિવીરની ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે. રેમડેસિવીરનો જે ડોઝની સપ્લાય દુનિયાના જુદા જુદા દેશમાં કરવાનો હતો, અમેરિકાએ એ લગભગ બધો જ સ્ટોક ખરીદી લીધો છે. આ દવા અમેરિકાની જ કંપની ગિલીડ સાયંસેજ બનાવી છે. 
 
રેમડેસિવીર દવાથી કોરોનાના દરદીઓનો જીવ બચવાની પુષ્ટિ તો નથી થઈ પણ, આ દવા કેટલાક દર્દીઓનો ટ્રીટમેંટનો સમય ઘટાડી દે છે. એટલે કે કેટલાક  દર્દીઓને રેમેડિસીવર દવા આપીને સામાન્ય સ્થિતિ કરતા ઓછા સમયમાં હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે.
 
ડેઇલી મેઇલની રિપોર્ટ મુજબ યુ.એસ. વિભાગના આરોગ્ય અને માનવ સેવાએ સોમવારે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સે ડ્રગ રેમડેસિવીરની મોટી ખરીદી કરી છે.  જેને કારણે હવે અન્ય કોઈ દેશ માટે ગિલેડ સાયન્સ કંપનીમાંથી રેમેડિસિવર દવા ખરીદવી  ખૂબ મુશ્કેલ થઈ જશે.
 
જોકે, ગિલિડ સાયંસેજે  પહેલેથી જ જાહેરાત કરી હતી કે તે યુ.એસ.ને રેમેડિસિવીરની દવાનો 1.2 લાખ ડોઝ દાનમાં આપી રહી છે. પરંતુ હવે અમેરિકાએ 5 લાખથી વધુ ટ્રીટમેન્ટ કોર્સ ખરીદ્યા છે, જેનું ઉત્પાદન જુલાઈમાં થવાનું છે. વળી, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઉત્પાદિત થનારી 90  ટકા દવા પણ અમેરિકા ખરીદશે.
 
અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગના સચિવ એલેક્સ એઝરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના લોકો માટે શાનદાર ડીલ કરી છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનો અંદાજ છે કે યુ.એસ.માં પ્રતિ એક લાખ લોકો દીઠ 98.4 ટકા લોકોને કોરોના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.