Last Modified: ઈસ્લામાબાદ , શુક્રવાર, 15 ઑગસ્ટ 2008 (18:04 IST)
મુશર્રફ મહાભિયોગનો સામનો કરશે
મુશર્રફ રાજીનામુ આપશે, તેવા વહેતાં થયેલા સમાચારોનું ખંડન કર્યુ હતું. મુશર્રફે જણાવ્યું હતું કે તેઓ લોકશાહી ઢબે થનારી પ્રક્રિયાનો વિરોધ નહીં કરે. અને, સંસદમાં આવનારા પ્રસ્તાવનો સામનો કરશે.
વિપક્ષમાં બેઠેલાં પીએમએલ ક્યુનાં નેતા સાથે બેઠક બાદ મુશર્રફે જાહેર કર્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે. તેમણે જણાવ્યું હતું કે તેઓ લોકશાહી ઢબે ચુંટાયા છે. આ સમાચાર ત્યારે આવ્યા છે, જ્યારે મુશર્રફને સુરક્ષિત રસ્તો આપવાની વાત ચાલી રહી છે.
પીએમએલ ક્યુનાં પ્રમુખ સુજાત હુસૈન અને તેમનાં નજીકનાં મનાતાં તથા નેશનલ એસેમ્બલીમાં વિપક્ષનાં નેતા ચૌધરી પરવેઝ ઈલાહીએ મુશર્રફની રાવલપિંડી કેમ્પમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે મહાભિયોગ અંગે ચર્ચા કરી હતી. તેમજ મુશર્રફને રાજીનામું ન આપવા નક્કી કરવામાં આવ્યું હતું. હવે મુશર્રફ સામે મહાભિયોગની કાર્યવાહીનો સામનો કરશે તે નક્કી છે. તેથી મુશર્રફ સામે કેવી કાર્યવાહી થાય છે, તે જોવા મળશે.