Last Modified: ઈસ્લામાબાદ , શુક્રવાર, 15 ઑગસ્ટ 2008 (16:17 IST)
મુશર્રફ રાજીનામું આપવા તૈયાર
છેલ્લા નવ વર્ષોથી પાકિસ્તાનની શાસનધુરાં સંભાળનાર પરવેઝ મુશર્રફ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપવા તૈયાર થઈ ગયા છે. ગઠબંધન સરકારનાં મહાભિયોગ દબાણ સામે ઝુકી જઈને મુશર્રફે પોતાના માટે સુરક્ષિત માર્ગ મળશે, તેવી ગેરંટી બાદ મુશર્રફ તૈયાર થયા છે.
આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ મુશર્રફ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે. મુશર્રફ મહાભિયોગનો સામનો કરવાના બદલે રાજીનામું આપે, તેવી શક્યતા છે. જો તેમની હકાલપટ્ટી કરવા આવે તો તેમને મળનારાં લાભોથી વંચિત રહેવું પડે તેવી શક્યતા છે. તેથી મુશર્રફે રાજીનામું આપવા તૈયાર થયા છે. વળી, મુશર્રફને પોતાની જાનનો ખતરો છે. તે સ્થિતિમાં પોતાના માટે સુરક્ષાની ખાતરી મળ્યા બાદ જ તેઓ કોઈ પગલું ઉઠાવશે.
સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુશર્રફે સેનેટનાં ચેરમેન મોહમ્મદ મિયાં સુમરોને પણ પોતાનાં નિર્ણયથી અવગત કરાવી લીધા છે. તેથી સુમરો કાર્યવાહક રાષ્ટ્રપતિ બને તેવી સંભાવના છે. આ નિર્ણયની જાણકારી ખુબ જલ્દીથી જાહેર થાય તેવી શક્યતા છે.