શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મોસ્કો , રવિવાર, 17 ઑગસ્ટ 2008 (15:50 IST)

રૂસે જ્યોર્જિયા સાથે યુધ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા

આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા-જ્યોર્જિયા વચ્ચેનાં યુધ્ધને લઈને ઉભી થયેલી ચિંતા ઓછી થાય તેવી શક્યતા છે. જ્યોર્જિયા બાદ રૂસનાં રાષ્ટ્રપતિએ પણ શાંતિકરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેથી કાસ્પીયન સમુદ્રની આસપાસ ઘેરાયેલાં યુધ્ધનાં વાદળો હટી ગયા છે.

રશિયાનાં રાષ્ટ્રપતિ ડેમીટ્રી મેડવેદેવે જ્યોર્જિયા સાથે યુધ્ધવિરામ કરવાનો હસ્તાક્ષર કર્યા છે. જ્યોર્જીયાનાં રાષ્ટ્રપતિ મીખાઈલ સાકાશવીલીએ રશિયન દળોને પાછા ખેંચવાના કરાર પર હસ્તાક્ષર કર્યાનાં એક દિવસ બાદ મેડવદેવે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

જો કે સાકાશવાલીએ રશિયન દળોનાં મર્યાદિત પેટ્રોલીંગને મંજૂર રાખ્યું હતું. મેડવેદેવનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે એલક્સી પાલ્વલોવે માહિતી આપતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ શનિવારે આ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ સેનાને પાછી આવવા સંદેશો પાઠવી દીધો છે. જો કે વધારે માહિતી આપવાનો તેમણે ઈન્કાર કર્યો હતો.