લવ અને સેક્સ : પતિ-પત્નીના સંબંધો સેક્સ વગર શક્ય છે ?

વેબ દુનિયા|

P.R
એવું માનવામાં આવે છે જે જો પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સેક્સ સંબંધ સારા તો તેમનું જીવન સૌથી વધુ ખુશ રહે છે. પણ એ પણ વિચારવાની વાત છે કે શું સેક્સ વગર સંબંધ સંભવ છે. આનો ચોક્કસ જવાબ આપવો અઘરો છે પણ હા, સામાન્ય મત મુજબ પતિ-પત્ની વચ્ચે સેક્સ સંબંધ વગર સારા સંબંધ જળવાઇ રહે તે અઘરું છે. જે રીતે બંને પાર્ટનરને એકબીજા પાસેથી ભાવનાત્મક સંબંધોની જરૂર હોય છે તે જ રીતે બંનેની શારીરિક જરૂરિયાતો પણ હોય છે, જેના વગર બંનેનો સંબંધમાં ખટાશ આવવાની સંભાવના યથાવત રહે છે. આવો જાણીએ સેક્સ વગર સંબંધ સંભવ છે કે નહીં...

- દાંપત્ય જીવનમાં જો એકબીજા વચ્ચે પ્રેમ છે તો પણ સેક્સ સંબંધ ન હોય તો સંબંધ સારો જળવાઇ રહે તે મુશ્કેલ છે.

- સંબંધોમાં સેક્સ ન હોવાને કારણે બંને એકબીજા પ્રત્યે બેદરકારી દાખવવા લાગે છે અને પ્રેમ ઓછો થવા માંડે છે.

- સંબંધોમાં સેક્સ ન હોવાનું એક કારણ હોઇ શકે છે જ્યારે પતિ-પત્ની બંનેની સેક્સમાં રૂચિ ન હોય, પણ આવું બહુ ઓછું બને છે.
- એ તો સર્વવિદિત છે કે એક ઉંમર બાજ પતિ-પત્ની બંનેની સેક્સમાં રૂચિ પૂરી થઇ જાય છે. પણ જ્યાં કેટલીક મહિલાઓ 45-50ની ઉંમર પાર કરતા જ સેક્સમાં રૂચિ ધરાવવાનું ઓછું કરી દે છે ત્યાં પુરુષોમાં 60 બાદ સેક્સમાં રૂચિ ઓછી થવા લાગે છે.

- ઘણીવાર એવું થાય છે કે વધતી ઉંમરમાં મહિલાઓની સેક્સ પ્રત્યે રૂચિ પૂરી થઇ જાય છે જ્યારે પુરુષોની સાથે એવું નથી થતું, આવામાં વધતી ઉંમરમાં પણ બંનેના સંબંધોમાં દરાર પડવાની સંભાવનાઓ વધતી જાય છે.
- પતિ-પત્ની વચ્ચે સામાન્યપણે જોવા મળ્યું છે કે સેક્સ એક મહત્વપૂર્ણ ફેક્ટર હોય છે જે તેમને લાંબા સમય સુધી જોડી રાખે છે. આવામાં જો એક પાર્ટનરની પણ સેક્સમાં રૂચિ હોય તો બીજાએ તેની સેક્સની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.

- બંનેએ એકબીજાની સાથે પૂર્ણ ભાગીદારી આપવી જોઇએ અને એકબીજાની ઇચ્છાઓને મહત્વ આપવું જોઇએ.
- બંનેએ સેક્સ વિષએ ન તો વધારે કંઇ વિચારવું જોઇએ, ન તેનાથી વધુ દૂર ભાગવું જોઇએ. પણ આ બધાથી વિપરિત કેઝ્યુઅલ સેક્સ સંબંધ રાખવા જોઇએ. સેક્સને પોતાના સંબંધોમાં ઇશ્યુ બનાવી બનાવીને ન રાખો.

- જો તમે ધ્યાન આપશો તો સેક્સ દ્વારા તમે શારીરિક રૂપે તો સુખી રહે છે પણ તેની સાથે તમે માનસિક રૂપે પણ સ્વસ્થ રાખે છે અને તમે હંમેશા ખુશખુશાલ રહો છો.
- સામાન્યપણે જોવા મળે છે કે બાળકોના જન્મ બાદ મહિલાઓ હંમેશા સેક્સ સંબંધોથી મોઢું ફેરવી દેતી હોય છે, પરિણામે બંને વચ્ચે નાની-નાની બાબતો પર ઝઘડા શરૂ થવા લાગે છે.

તો હવે તો તમે સમજી જ ગયા હશો કે સંબંધોને ખુશખુશાલ રાખવામાં સેક્સનો બહુ મોટો ફાળો છે. માટે તમારે સમયસર તમારા પાર્ટનરની ભાવનાઓને સમજી જવી જોઇએ.
Keywords : Can,a,relationship,work,if,there,is,no,sex,involved?


આ પણ વાંચો :