લવ ટિપ્સ - સેક્સ તમારી ઉંમરમાં વધારો કરે છે

વેબ દુનિયા|

P.R
આમ તો પતિ-પત્નીના સંબંધનો મહત્વનો હિસ્સો છે. મોટાભાગના લોકો સેક્સની માત્ર એક બાજુથી પરિચિત છે કે સેક્સ દ્વારા બે વ્યક્તિ એકબીજાની નજીક આવે છે અને તેમના સંબંધની મજબૂતી મળે છે. પણ તેનું બીજું પાસું એ છે કે સેક્સ તમારી ઉંમર પણ વધારે છે. વાસ્તવમાં સેક્સ કરવાથી હોર્મોનમાં વૃદ્ધિ થાય છે જેનાથી લોકોમાં મેટાબોલિઝ્મ યોગ્ય રીતે કાર્ય કરે છે, મગજ સામાન્ય રૂપે કાર્ય કરે છે અને રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. જેના ફળ સ્વરૂપે વ્યક્તિ સ્વસ્થ રહે છે અને તેની ઉંમર લંબાય છે. આનાથી ઉલટું જો લોકો પોતાના સેક્સ જીવનથી સુખી નથી તેમનામાં તણાવ વધે છે અને આ તણાવ મનુષ્યને અંદરથી ખોખલો બનાવી દે છે. આ સિવાય છૂટાછેડાંનું પણ એક બહુ મોટું કારણ છે સેક્સ લાઇફમાં તણાવ આવવો. જાણીએ, કઇ રીતે વધે છે સેક્સથી ઉંમર...

સેક્સથી તણાવ દૂર થાય છે -સેક્સ કરવાથી તણાવ દૂર થાય છે અને વ્યક્તિ પ્રસન્ન રહે છે. સેક્સથી લાંબા આયુષ્યનો અર્થ એ નથી કે દિવસમાં અનેકવાર સેક્સ કરો પણ એ ધ્યાન રાખો કે જ્યારે તમે સેક્સ કરો ત્યારે સારા મૂડથી કરો. એક અભ્યાસ અનુસાર સેક્સ દરમિયાન સારું ઓર્ગોઝ્મ ફીલ કરવું એ તણાવ ભગાડનારી દવાના એક ડોઝ બરાબર છે.

હોર્મોન્સમાં વૃદ્ધિ - સેક્સ પહેલા તમારા પાર્ટનરને આના માટે તૈયાર કરવો બહુ જરૂરી છે. તમારા પાર્ટનરને જે સારું લાગે તેવો ટચ આપો. આવમાં વચ્ચે-વચ્ચે પ્રેમભરી વાતો કરવી પણ જરૂરી છે. આનાથી 'બોન્ડિંગ હોર્મોન' ઓક્સિટોસિનને વધુ માત્રામાં રિલીઝ કરે છે. જેનાથી આ હોર્મોનને લાંબી ઉંમર સાથે જોડીને જોવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચે સારા સેક્સ સંબંધ હોવાથી ગંભીર બીમારી અને ડિપ્રેશનની અસર ઓછી થાય છે.
વર્કઆઉટની ગરજ સાલે છે સેક્સ - જે લોકો કસરત દ્વારા પોતાનું વજન ઓછું કરે છે તેમના માટે એ જાણવું જરૂરી છે કે સેક્સ એક સારું વર્કઆઉટ છે. સેક્સ દ્વારા તમે 20 મિનિટમાં લગભગ 30 કેલરી બર્ન કરી શકો છો. જે રીતે કસરત કરીને તમે ફિટ રહો છો તે જ રીતે સેક્સ દ્વારા તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, સ્નાયુઓ મજબૂત બને છે અને તમારું શરીર પણ વધે છે. આનાથી તમારી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે.


આ પણ વાંચો :