Viral Video : ફેલ થઈ ગયો પુત્ર તો પિતાએ દોડાવી દોડાવીને બેલ્ટથી માર્યો, વીડિયો જોઈને ભડકી પબ્લિક
પડોશી દેશ ચીનમાંથી એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો ઈંટરનેટ પર વાયરલ થયો છે. જેમા રસ્તા પર એક પિતા-પુત્ર વચ્ચે મહાબહરત થતુ દેખાય રહ્યુ છે. દાવો કરવામાં આવી રહ્યો છેકે પિતાએ પુત્રને પરીક્ષામાં ફેલ થયા બાદ ખૂબ જ નિર્દયતાથી મારવાનુ શરૂ કર્યુ. જ્યારબાદા હિંસક ઝડપ થઈ . જો કે આ વીડિયોએ નેટિજન્સ ને હલાવી દીધા છે અને પેરેંટિંગની રીત પર ગંભીર સવાલ ઉભા કર્યા છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનો છોકરો તેના પિતા પાસે આવે છે, પરંતુ હાથમાં બેલ્ટ વાળો માણસ ખૂબ ગુસ્સે ભરાયેલો દેખાય છે, અને તે તેના પુત્રને ભગાડી દે છે. વીડિયોમાં તમે જોશો કે છોકરાના હાથમાં લાકડી પણ છે. આ દરમિયાન, પિતા તેની સ્કૂલ બેગ ઉપાડીને બીજી બાજુ ફેંકી દે છે. પછી તે પુત્રને મારવા માટે તેની પાછળ દોડે છે.
આ વીડિયો ઈસ્ટાગ્રામ પર @asianswithattitudes નામના પેજ પર શેયર કરવામાં આવ્યો છે જેને જોય બાદ લોકો પિતાના વ્યવ્હારની ખૂબ નિંદા કરી રહ્યા છે. જો કે આ વીડિયોમાં એક વધુ ટ્વિસ્ટ છે.
દીકરાએ પણ બદલો લીધો
પરંતુ સોસાયટી બ્લોકની આસપાસ તેનો પીછો કર્યા પછી, બંને રસ્તાની વચ્ચે સામસામે આવી જાય છે. આ દરમિયાન, પિતા બેલ્ટ ફેરવીને પુત્રને મારવાનો પ્રયાસ કરે છે, જ્યારે છોકરો લાકડી ફેરવીને તેનાથી બચવાનો પ્રયાસ કરે છે. પરંતુ બીજી જ ક્ષણે એક ચોંકાવનારો વળાંક આવે છે, જ્યારે પુત્ર પણ લાકડી વડે પિતાને મારવાનું શરૂ કરે છે. વીડિયોના અંતે, એક માણસ છોકરાને પકડી લે છે, જેના પછી પિતા પુત્રને નિર્દયતાથી મારવાનું શરૂ કરે છે. આ દ્રશ્ય જોઈને નેટીઝન્સ દંગ રહી જાય છે.
વાલીઓ પર પ્રશ્નો ઉભા થયા
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @asianswithattitudes નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોયા પછી લોકો પિતાના વર્તનની સખત નિંદા કરી રહ્યા છે.