વેલેન્ટાઈન વિશેષ : ડેટિંગ રોમેંટીક કેવી રીતે બનાવશો ?

વેબ દુનિયા|

P.R
તમને તમારો પરફેક્ટ જીવનસાથી મળી ગયો છે અને હવે તમે ઇચ્છો છો કે ડેટ પર તેને તમારા દિલની વાત કહી દો, તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છે જે ફોલો કરી તમે રોમેન્ટિક ડેટ એન્જોય કરી શકો છો.

ડેટ પર તમારા લવ પાર્ટનરને દિલની વાત કહી દેવી બહુ મુશ્કેલ હોય છે. આ મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે તમારી પાસે માત્ર એક કે બે મીટિંગનો સમય હોય છે. આટલા ઓછા સમયમાં દિલની વાત કહેવી, સારો સમય વિતાવવો કે પછી એને અહેસાસ કરાવવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો, આ બધું સરળ નથી હોતું. પણ હવે તમે આ બધી વાતો વિચારી વિચારીને પરેશાન ન થાવ, અમે તમને કેટલીક સરળ ટિપ્સ આપી રહ્યાં છીએ, બસ એને ફોલો કરતા જાવ...
ઇમ્પ્રેસિવ સ્ટાઇલ : જો તમે તમારા લવ પાર્ટનરને દિલની વાત નથી કહી શકતા તો કોઇ વાંધો નહીં. વાસ્તવમાં શબ્દોથી નહીં, તો બોડી લેન્ગવેજથી તમે તમારો પ્રેમ જાહેર કરી શકો છો. જો તમારું લૂક ગોર્જિયસ હશે તો તે તમને આ કામમાં બહુ મદદ કરશે. ડ્રેસની સાથે જ તમે તમારી અદાઓથી તેમને લોભાવી શકો છો. તમે એવું ક્યારેય ન વિચારશો કે આ બધું જોયા બાદ તેઓ શું વિચારશે.
વિઝ્યુઅલ ક્લૂસ :
- ડેટ પર વિજ્યુઅલ ક્લૂસ પણ લવરને અટ્રેક્ટ કરવામાં મદદ કરશે. તેમાં તમે તમારે લેગ ક્રોસ કરીને બેસો કે પછી આંગળીઓથી તમારા વાળની રિંગલેટ્સ બનાવો.

- તમે જ્યારે લેગ ક્રોસ કરો ત્યારે ધીરેથી તમારા લેગને રાઉન્ડ શેપમાં લેતા લેતા ક્રોસ કરો. આનાથી તમારો તમારી બોડી લેન્ગવેજથી સમજી જશે કે તમે તેની પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો.
- તમે લો નેક ડ્રેસ પહેરી શકો છો. આનાથી તમારી નેકલાઇન તમારા લવરને રોમેન્સ કરવા માટે અચૂક ઇમ્પ્રેસ કરશે.

- ગ્લેમરસ રેડ ડ્રેસ આ ડેટ માટે એકદમ પરફેક્ટ છે. આ હોટ ડ્રેસમાં તમને જોઇને તે અચૂક તમારી પર ફિદા થઇ જશે.


ટૉક નૉટી :
- તમારી અદાઓ અને તમારી પ્રેમભરી વાતો પણ રોમેન્ટ સર્જી શકે છે. પરસ્પરની વાતચીતમાં વચ્ચે વચ્ચે તમારા પાર્ટનરને નૉટી કોમેન્ટ્સ આપતા રહેશો તો લાંબી વાતચીત કરવી સરળ રહેશે.

- તમે તમારા લવરને પૂછી શકો છો કે 'શું હું કોઇ એક્ટ્રેસ જેવી દેખાઉં છું' કે પછી 'મારી લઇ બાબત તમને પસંદ છે'.

- તમે નવું પરફ્યુમ ખરીદો અને તેને તમારા નેક અને રિસ્ટ પર લગાવો. જ્યારે પણ ડેટ પર જાઓ ત્યારે તમારા લવરને પૂછો કે તેને આ ખુશ્બુ કેવી લાગી રહી છે.
લેડી એક્ટ :
- ગુડ લૂકિંગ છોકરીને જોઇને દરેક છોકરો તેને પાછું વળીને જુએ જ છે. તમે પ્રયાસ કરો કે તમે પણ હોટ દેખાઓ. જેથી તમારો પાર્ટનર તમને જોતો જ રહી જાય.

આઈ કોન્ટેક્ટ :
-જો તમે તમારી ડેટને ફુલ એન્જોય કરવા ઇચ્છતા હોવ તો કેટલીક શરારતો કરી શકો છો. જેમ કે વાત કરતી વખતે આંખ મારવી કે પછી વાત કરતી વખતે સામાન્ય ટચ કરવો. વાત કરતી વખતે આઈ ટુ આઈ કોન્ટેક્ટ પણ વચ્ચે વચ્ચે કરતા રહો. વાત કરતી વખતે તમારા હિલ્સ તમારા લવરના શૂઝ પર મૂકી દેવાથી પણ થોડું રોમેન્ટિક એટ્મોસ્ફીયર સર્જાશે.- તમારી લવર સાથેની ડેટ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખશો તો ડેટ રોમેન્ટિક તો બનશે જ સાથે તમે તમારા લવરની કંપની પણ માણી શકશો.

તો પછી થઈ જાવ તૈયાર તમારા વેલેંટાઈન ડે ને વિશેષ બનાવવા


આ પણ વાંચો :