પોતાના બોયફ્રેંડની આ વાતોથી શરમથી લાલચોળ થાય છે યુવતીઓ

Last Modified બુધવાર, 15 ઑગસ્ટ 2018 (10:51 IST)
પ્રેમ એક એવો અહેસાસ છે જેને દરેક અનુભવ કરવા માંગે છે. આ પ્રેમના અહેસાસ વગર જીવન અધુરુ લાગે છે.
એવુ લાગે છેકે માનો જીવનમાં કોઈ રંગ જ નથી. જ્યારે પણ કોઈ માણસને પોતાને માટે પરફેક્ટ પાર્ટનર મળે છે. એ તેના માટે એ બધુ જ કરવા માંગશે જેનાથી તેના ચહેરા પર એક સરસ સ્માઈલ આવી જાય.
પણ અનેકવાર પોતાની ગર્લફ્રેંડને ઈપ્રેસ કરવાના ચક્કરમાં બોયફ્રેંડ અજાણતા જ કેટલીક એવી હરકતો કરે છે જેને એકલા બેસીને વિચારતા જ ચેહરો શરમથી લાલ થવા માંડે છે. આવો જાણો પાર્ટનરની એવી કંઈ વાત છે જે દરેક યુવતીને શરમથી પાણી પાણી કરી દે છે.

1. હગ - છોકરીઓ મોટાભાગે પોતાના પાર્ટનર તરફથી મળતા હગ કે કિસને ક્યારેય ભૂલી શકતી નથી. આ એક એવો અહેસાસ હોય છે જેને યુવતીઓ આંખી જીંદગી યાદ રાખે છે. જ્યારે તે એ સમયને યાદ કરે છે ત્યારે તેના ચહેરા પર એક અલગ
જ ખુશી હોય છે.

2.પ્રપોઝ - યુવતીઓ એ ક્ષણને ક્યારેય ભૂલી શકતી નથી જ્યારે તેનો પાર્ટનર તેને પોતાના જીવનમાં આવવા માટે પ્રપોઝ કરે છે.
લગ્ન પછી જ્યારે પણ કોઈ યુવતી એકલી આ વિશે વિચારે છે તો તે શરમથી લાલ થઈ જાય છે. પહેલીવાર આઈ લવ યુ કહેવુ એવુ લાગે છે કે માનો ગઈકાલને જ વાત છે.

3. હાથ પકડવો - રસ્તા પર ચાલતા કે અચાનક જ્યારે બોયફ્રેંડ પોતાની ગર્લફેંડનો હાથ પકડી લે છે એ સમયે એવુ લાગે છેકે તમે પણ કોઈના માટે ખૂબ મહત્વપૂર્ણ છો. તમારા અપર્ટનરને પહેલીવાર શરમ સ્પર્શ કરવાનો આ એ અહેસાસ પણ તમારા ચેહરાને શરમથી લાલ અને દિલને ફરીથી બાળક બનાવી દેશે.

4. જ્યારે કોઈ બોયફ્રેંડ વિશે પૂછે - જ્યારે પણ યુવતીને તેના પાર્ટનર વિશે પૂછવામાં આવે તો તે શરમથી લાલ થઈ જાય છે. તે ક્યારેય પણ શરમાયા વગર પોતાના બોયફ્રેંડ વિશે નથી બતાવી શકતી. કારણ કે તેને સમજાતુ નથી કે તેને શુ બોલવુ જોઈએ.

5. લગ્ન માટે પ્રપોઝ કરવુ - દરેક યુવતીનુ સપનુ હોય છે કે તેના સપનાનો રાજકુમાર તેને લગ્ન માટે પ્રપોઝ કરે.
જ્યારે તે સમય આવે છે તો શરમથી લાલ થઈ જાય છે. પાર્ટનર દ્વારા લગ્ન માટે પ્રપોઝ કરવાના ક્ષણને યુવતીઓ ક્યારેય ભૂલી શકતી નથી. આ ક્ષણની યાદ તેના મગજમાં હંમેશા તાજી રહે છે. જાણે એ ગઈકાલની જ વાત હોય.


આ પણ વાંચો :