ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: શુક્રવાર, 13 એપ્રિલ 2018 (14:22 IST)

ઝગડતી વખતે ભૂલથી પણ પાર્ટનરને આ વાતો ન કહેશો, નહી તો... !

પતિ-પત્ની કે ગર્લફ્રેંડ - બોયફ્રેંડમાં લડાઈ થવી સામાન્ય છે. જ્યા પ્રેમ હોય છે ત્યા લડાઈ હોય છે. પણ લડાઈ-ઝગડો કરતી વખતે આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે આ દરમિયાન તમે કોઈ એવી વાત ન બોલી દો જે તમારા પાર્ટનરના મનમાં ઘર કરી જાય. લડાઈ-ઝગડો તો ખતમ થઈ જાય છે પણ એ વાતનુ દુખ પાર્ટનરના દિલો દિમાગ પર કાયમ રહી જાય છે. અમે તમને બતાવી રહ્યા છીએ આવી જ કેટલીક વાતો જે તમારી બંને વચ્ચે લડાઈ ઝગડો થાય તો કહેતા બચવુ જોઈએ. 
 
1. સંબંધ ખતમ કરવાની વાત - લડાઈ કરતી વખતે ક્યારેય ભૂલથી પણ પાર્ટનર સાથે સંબંધ ખતમ કરવાની વાત ન કરશો. જો તમે બંને કોઈ વાતને લઈને લડાઈ થઈ જાય છે તો તમારા પાર્ટનરને સમજવાની કોશિશ કરો. 
 
2. તમારા સંબંધોને ક્યારેય દોષ ન આપશો - અનેકવાર લડાઈ કરતી વખતે તમે ગુસ્સામાં પાર્ટનરને બોલી દો છો કે તમારી સાથે લગ્ન કરવી મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. આ પ્રકારના શબ્દ લડાઈ ખતમ કરવાને બદલે વધારી દે છે. આવામાં જરૂરી છેકે તમે ભલે કેટલાય નારાજ હોય પણ ક્યારેય તમારા સંબંધોને દોષ ન આપશો. 
 
3. શુ તુ પાગલ છે  ? - ચર્ચા દરમિયાન તમારા પાર્ટનરને પાગલ ન કહેશો. જો તે તમારી વાત ન સમજી શકે તો તેને પ્રેમથી તમારી વાત સમજાવો. 
 
4. ઘરના લોકો સાથે તુલના ન કરશો - ક્યારેય તમારા પાર્ટનરની તુલના ઘરના લોકો સાથે ન કરશો. આ પ્રકારની વાત કરવાથી સંબંધો કમજોર પડે છે. પાર્ટનરને આવી વાત બોલતા પહેલા મનમાં આ વાત જરૂર વિચારો કે જો તમારો પાર્ટનર તમારા પરિવારના કોઈ સભ્ય વિશે આવુ કહેશે તો તમને કેવુ લાગશે. 
 
5. તમે જાડા છો - અનેકવાર લડાઈ ઝગડો કરતી વખતે પત્ની પતિને કે યુવતી યુવકને બોલી નાખે છે કે તમે જાડા છો છતાય હુ તમારી સાથે રહુ છુ. આ વાતનુ છોકરાને ખૂબ ખરાબ લાગે છે. અનેકવાર તો તેનાથી સંબંધ તૂટી પણ જાય છે.  જો તમે તમારા સંબંધોને બચાવવા માંગો છો તો આવી વાતો ન બોલશો. 
 
6. વાતોને ઈગ્નોર કરો - તમારા સંબંધોના શરૂઆતના દિવસો યાદ કરો. જ્યારે તમારા પાર્ટનર દ્વારા બોલવામાં આવેલ વાતોને ઈગ્નોર કરી દેતા હતા.  હજુ પણ એવુ જ કરો.. વાતોને ખેંચવાને બદલે સારુ રહેશે કે તમે ખુદ તમારા પાર્ટનરને સોરી કહીને વાતને ત્યા જ ખતમ કરવાની કોશિશ કરો.