બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 એપ્રિલ 2018 (12:59 IST)

ટ્રાફિકની સમસ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં કેમ નથી આવતી? : હાઈકોર્ટ

અમદાવાદના બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યા વિશેની રિટના કેસમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને યુનિફાઈડ અર્બન મોબિલિટી ઓથોરિટીની રચનાની કામગીરી ચાલી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કોર્ટે ટકોર કરી હતી કે ટ્રાફિકને લગતી રોજબરોજની સમસ્યાઓ કોર્ટના ધ્યાનમાં આવે છે તો પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં શા માટે નથી આવતી. મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂઆત કરી હતી

ટ્રાફિક સમસ્યાને નિવારવા અમદાવાદમાં જ્યાં વધુ ટ્રાફિક સર્જાય છે તેવા ૫૦ ટ્રાફિક જંક્શોનોનો અભ્યાસ કરવમાં આવશે. અહીં સર્જાતા ટ્રાફિકની પેટર્ન અને સમયગાળાને ધ્યાનમાં રાખી આ અભ્યાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન એક નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરશે જેમાં જાહેર તેમજ ખાનગી પાર્કિંગમાં પાર્કિંગ માટે કેટલી જગ્યા રહેલી છે તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ દર્શાવવામાં આવશે. આ રજૂઆતના પગલે કોર્ટે ટકોર કરી હતી કે ટ્રાફિકની રોજબરોજની સમસ્યાઓ કોર્ટના ધ્યાનમાં આવે છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં કેમ નથી આવતી? ટ્રાફિક અને પાર્કિંગના નિયમોના ભંગ બદલ લેવાતી રકમનો ઉપયોગ ટ્રાફિક મેનેજમેન્ટ માટે કરવાનું સૂચન કોર્ટે કર્યુ હતું. ટ્રાફિક સર્જતા પરિબળોને ઓળખી તેના પર સંશોધન હાથ ધરવાનું સૂચન પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.