દક્ષિણ આફ્રિકામાં આગ લાગતાં અંકલેશ્વર તાલુકાના NRI પરિવારના પાંચ સભ્યોનું મોત

news of gujarat
Last Modified શુક્રવાર, 13 એપ્રિલ 2018 (12:53 IST)

દક્ષિણ આફ્રિકામાં વર્ષોથી રહેતા અંક્લેશ્વરના જૂના દિવા ગામના મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો વહેલી પરોઢે ઘરમાં આગ ભભૂકતા જીવતા ભૂંજાઇ ગયા હતા. આ બનાવની જાણ ગામમાં થતાં ગ્રામજનોમાં શોકનું મોજું ફેલાઇ ગયું હતું. લૂંટના ઇરાદે નિગ્રો લૂંટારૃઓએ ઘરને આગ લગાવી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. દક્ષિણ આપ્રિકા પોલીસે તપાસ શરૃ કરી છે. અંક્લેશ્વરના જુના દિવા ગામના મૂળ વતની અને વર્ષોથી રોજીરોટી મેળવવા માટે સાઉથ આફ્રિકામાં સ્થાઇ થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા તેમની પત્ની, ૧૫ વર્ષીય દિકરી, ૧૦ વર્ષીય પુત્ર અને આશરે ૬૫ વર્ષીય માતા સાથે પીટર મારિત્ઝબર્ગમાં રહેતો હતો.

જે પાંચ મહિના અગાઉ જ લાર્ચ રોડ પાસેના ઘરમાં રહવા માટે આવ્યા હતા. માંજરા પરિવાર રાત્રીએ ઘરમાં નિંદરમાં હતુ, તે સમયે દક્ષિણ આફ્રિકાના સમય મુજબ ગુરૃવારે મળસ્કે ૩.૩૦ કલાકે ઘરમાં આગ લાગી હતી. આગની જાણ પાડોશીઓને થતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પરંતુ કોઈ મદદ મળે તે અગાઉ માંજરા પરિવાર ઘરમાં જીવતો જ ભૂંજાઈ ગયો હતો અને પાંચેય સભ્યો કરૂણ મોતને ભેટયા હતા. આ દુઃખદ ઘટના અંગેની જાણ માંજરા પરિવારનાં માદરે વતન અંકલેશ્વરના જુના દિવા ગામે છતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. જો કે આ અરેરાટી ભરી ઘટના પાછળ નિગ્રો લૂંટારૃઓ દ્વારા લૂંટના ઈરાદે ઘરને બહારથી આગ લગાવવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે, અને દક્ષિણ આફ્રિકાની પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.


આ પણ વાંચો :