સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 13 એપ્રિલ 2018 (06:53 IST)

CWG 2018 - સીમા પુનિયાએ સતત બીજીવાર જીત્યો મેડલ

ભારતની અનુભવી ગોળા ફેંક એથલીટ સીમા પુનિયા અને નવજીત ઢિલ્લને ગોલ્ડ કોસ્ટમાં ચાલતી 21માં રાષ્ટ્રમંડળ રમતમાં ગુરૂવારે રજત અને કાંસ્ય પદક પર કબજો કર્યો. રાષ્ટ્રમંડળ રમતમાં સીમા સતત ચોથી વાર પદક જીતવામાં સફ્ળ રહી છે. તેમણે 2014માં રજત પદક અને દિલ્હીમાં થયેલ 2010 રાષ્ટ્રમંડળ રમતમાં કાંસ્ય પદક જીત્યો હતો. ગુરૂવારની સ્પર્ધા સમાપ્ત થતા ભારત કુલ 31 પદકો સાથે પદક તાલિકામાં ત્રીજા નંબર પર છે. ભારતના ભાગે કુલ 14 સુવર્ણ સાત રજત અને 20 કાંસ્ય પદક છે. 
 
સીમા પૂનિયાના મુકાબલાના હાલ 
 
સીમાએ શાનદાર શરૂઆત કરી અને પહેલા જ પ્રયાસમાં 60.41 મીટરનું અંતર નક્કી કર્યુ. જો કે ત્યારબાદ તેમનુ પ્રદર્શન સતત ગબડતુ રહ્યુ. સીમાએ બીજા પ્રયાસમાં 59.97 મીટરનું અંતર કાપ્યુ. તેમનો ત્રીજો પ્રયાસ નિષ્ફળ રહ્યો પણ ચોથા પ્રયાસમાં તેમણે 58.54 મીટર સુધી ગોળો ફેંક્યો. સીમાના પ્રદર્શનમાં ઉથલ પાથલ ચાલુ રહી અને તેમનો પાંચમો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો પણ તેમણે અંતિમ પ્રયાસમાં 58.90 મીટરનુ અંતર નક્કી કરીને રજત પદક સુનિશ્ચિત કરી લીધો.