સંબંધિત સમાચાર
- CWG 2018: સિદ્ધૂએ નિશાનેબાજીમાં ભારતને અપાવ્યો ત્રીજો Gold, પતિ ગળે ભેટી પડ્યા
- CWG 2018: જાણો કેવી રીતે મનુ અને હિનાએ દુનિયાને બતાવી ભારતની તાકત
- CWG 2018: બાસ્કેટબોલ ખેલાડીએ સૌની સામે કર્યુ ગર્લફ્રેંડને પ્રપોઝ, કોર્ટ પર કરી લીધી સગાઈ
- CWG 2018: 5માં દિવસે ભારતને 5 મેડલ, શૂટિંગ અને વેટલિફ્ટિંગમાં મચાવી ધમાલ
- CWG 2018: સતીષે અપાવ્યો ત્રીજો સુવર્ણ પદક, 84 વર્ષમાં વેટલિફ્ટિંગમાં 40 ગોલ્ડ જીતી ચુક્યુ છે ભારત
CWG 2018 : મૈરીકૉમ હવે સુવર્ણ માટે લડશે, ગૌરવ સોલંકી પણ સેમીફાઈનલમાં
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ 21માં કૉમનવેલ્થ રમતમાં પ્રતિસ્પર્ધાના આઠમા દિવસે ભારતે બુધવારે મંગળવારની તુલનામાં સારી શરૂઆત કરી. મંગળવારે મળેલી સફળતાને બૉક્સરોએ બુધવારે પણ કયમ રાખી છે. મહિલા મુક્કેબાજ મૈરીકોમે આશાઓ પર ખરા ઉતરતા 45-48 કિગ્રા ભાર વર્ગના ફાઈનલમાં પ્રવેશ કરતા સુવર્ણની જંગ નક્કી કરી દીધી છે.. તો બીજી બાજુ પુરૂષ વર્ગમાં ગૌરવ સોલંકીએ 52 કિગ્રા વર્ગના સેમીફાઈનલમાં પ્રવેશ કરી કાંસ્ય પદક મળવો નક્કી કરી લીધો છે.
આ ઉપરાંત ઓમ મિથરવાલ પુરૂષોની 50 મીટર એયર પિસ્ટલ સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો. આ તેમનો બીજો કાંસ્ય પદક હતો. આ પહેલા તેમણે 10 મી. એયર પિસ્ટલ પણ કાંસ્ય પદક જીત્યો હતો. પણ મુક્કેબાજ સરિતા દેવી 60 કિગ્રા ભાર વર્ગમાં પોતાનો મુકાબલો હારીને સેમીફાઈનલ અને પદકથી ચૂકી ગઈ.

