સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : સોમવાર, 9 એપ્રિલ 2018 (15:23 IST)

CWG 2018: બાસ્કેટબોલ ખેલાડીએ સૌની સામે કર્યુ ગર્લફ્રેંડને પ્રપોઝ, કોર્ટ પર કરી લીધી સગાઈ

ઈગ્લેંડના એક બાસ્કેટબોલ ખેલાડીએ રાષ્ટ્રમંડળ રમત દરમિયાન કોર્ટ પર પોતાની ગર્લફ્રેંડ અને દેશની મહિલા ટીમની ખેલાડી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો જેને તેણે ખુશી ખુશી સ્વીકાર કરી લીધો. જેમેલ એંડરસને પોતાના ટીમના સાથી ખેલાડીઓની મદદથી મહિલા બાસ્કેટબોલ ખેલાડી જૉર્જિયા જોંસની સામે કોર્ટની વચ્ચે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. જેમેલ પોતાના ઘૂંટણના બળે બેસી ગયો અને સગાઈની અંગૂઠી રજુ કરતા જૉર્જિયાને પૂછ્યુ કે શુ તે તેની સાથે લગ્ન કરવા માંગશે. 
ભાવુક લાગી રહેલી 28 વર્ષીય જૉર્જિયાએ કહ્યુ, ''મને બિલકુલ ખબર નહોતી કે આવુ કશુ થવાનુ છે.  તેણે મને કહ્યુ કે તે બસ મારી એક ફોટો લઈ રહ્યો છે. હુ હેરાન હતી. 27 વર્ષના જેમ્સે કહ્યુ, ''મારી પાસે શબ્દ નથી અને મને ખબર હતી કે આવુ થઈ રહ્યુ છે.