સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : સોમવાર, 9 એપ્રિલ 2018 (15:11 IST)

ગુજરાતમાં પાણી કટોકટી અંગે કલ્પસર યોજનામાં ચળવળ શરૂ થવાની તૈયારી

સમગ્ર ગુજરાત અત્યારે પાણીની અછતનો સામનો કરી રહ્યું છે ત્યારે આ અછતના વિકલ્પ સ્વરૂપે વર્ષોથી સરકાર દ્વારા જાહેર કરાયેલી કલ્પસર યોજનાના તાત્કાલિક અમલીકરણ માટે ફરીથી ચળવળના મંડાણ થયા છે. આ અંગે ભાવનગર ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં આ યોજના શરુ કરવા માટેનું પ્લાનિંગ કરાયું હતું. સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પાણીના પ્રશ્નના કાયમી નિકાલ માટે ખંભાતના અખાત માં કલ્પસર સરોવર બનાવવાની યોજના સરકાર દ્વારા વર્ષોથી જાહેર કરાયેલ છે, પરંતુ આ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ નક્કર કામગીરી શરુ થઇ નથી.

આ અંગે કાલે ભાવનગર નજીક એક ફાર્મ હાઉસ ખાતે કલ્પસર સહાયક સમિતિની પુન: રચના અને આ સરકારને ગતિમાં લાવવા એક બેઠક યોજાઈ હતી. જેમાં માર્ગીય સ્વામી, વિનુભાઈ ગાંધી, રામકુભાઈ ખાચર સહીત સૌરાષ્ટ્ર અને સુરતના ૧૦૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિનુભાઈ ગાંધી ઈ જણાવ્યું હતું કે, આ યોજના સાકાર થાય તો વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બની જાશે. આ સરોવર બનાવવા માટે કોઈજ લોકોનું સ્થળાંતર પણ કરવાનું નથી. તેમજ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત માત્ર મિનિટોમાં પહોંચી શકાશે. ૨૨૦૦ ચોરસ કિલોમીટરમાં બનનારા આ સરોવરમાં 11 અબજ ઘન મીટર પાણીનો સંગ્રહ થઇ શકાશે. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર ભરૂચ વિસ્તાર અને સુરત પંથકની પાણીની સમસ્યા કાયમી ધોરણે નિવારી શકાશે, પરંતુ સરકાર દ્વારા આળસ કરવામાં આવી રહી હોવાથી આ યોજના સાકાર થતી નથી. સરકાર દ્વારા આ માટેનો વિભાગ પણ બનાવ્યો છે. જેના મંત્રી ખુદ સી.એમ. વિજયભાઈ રૂપાની છે.તેમ છતાં કોઈ અકળ કારણોસર આ મુદ્દે કોઈ જ સરુઆત થતી નથી.