બુધવાર, 1 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (17:49 IST)

મોદીનું ગજબ પ્લાનિંગ, માત્ર 15 મિનિટમાં જ ચીનના દરવાજા પર પહોંચી જશે સેના

મોદીનું ગજબ પ્લાનિંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઑન ઈકોનોમિક અફેયર્સે બુધવારે 12178 કરોડના જે પ્રોજેક્ટને મંજુરી આપી છે. તેમાથે એકે છે જોજિલા ટનલ. આ ટનલને કારણે ભારતીય સેના માત્ર 15 મિનિટમાં લેહ પહોંચી જશે.  ચીન ભારતની આ નબળાઈને સારી રીતે ઓળખે છે કે ડિસેમ્બરથી લઈને એપ્રિલ સુધી જોજિલા બંધ રહે છે અને તેને કારણે સેના રસ્તા પરથી લદ્દાક સુધી પહોંચી શકતી નથી. પણ આ નબળાઈ પણ હવે દૂર થઈ જશે. જમ્મુ-કાશ્મીરમાં 2 લેનવાળા બાઈ ડાયરેક્શનલ જોજિલા ટનલ અને તેના પૈરલલ એસ્કેપ (એગ્રેસ) ટનલના કંસ્ટ્રક્શન, ઓપરેશન અને મેંટીનેસને મંજૂરી આપી દીધી. આ બધા કામ એંજિનિયરિંગ પ્રોક્યોરમેંટ અને કંસ્ટ્રકશન (EPC)  મોડના આધાર પર થશે.  જો કે આ મંજૂરીમાં  NH-1A ને જોડનારા શ્રીનગર-લેહ સેક્શનનુ કામ સામેલ નથી. 
 
જાણો કેવી રીતે મળશે ચીનને સીધો પડકાર 
 
હાલ 6 મહિના જ રહે છે કનેક્ટિવિટી 
 
જોજિલા ટનલનુ નિર્માણ શ્રીનગર, કારગિલ અને લેહને દરેક ઋતુમાં જોડી રાખશે.  હાલ લેહ સાથે કનેક્ટિવિટી વધુમાં વધુ 6 મહિના સુધી રહે છે.  હાલ આ રૂતથી જવામાં 3 કલાકનો સમય લાગે છે.  એ પણ ત્યારે જ્યારે વાતાવરણ સાફ રહે. પણ સુરંગ બની ગયા પછી માત્ર 15 મિનિટ લાગશે.  પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે મારી માહિતી મુજબ આ એશિયાની સૌથી લાંબી ઓલ વૈદર ટન રહેશે.  આ ઉપરાંત આ દુનિયાની સૌથી ઊંચી સુરંગમાંથી એક રહેશે. 
રોકાણ છે 6,808 કરોડ 
 
આ પ્રોજેક્ટની સિવિલ કંસ્ટ્રક્શનની કોસ્ટ 4,899.42 કરોડ રૂપિયા છે.  પ્રોજેક્ટની કૈપિટલ કોસ્ટ 6,808.69 કરોડ રૂપિયા છે. તેમા જમીન પર કબજો,  પુનર્વાસ અને અન્ય પ્રી કંસ્ટ્રકશન ગતિવિધિયો અને 4 વર્ષ સુધી ટનલની મેંટીનેસ અને ઓપરેશન કોસ્ટનો સમાવેશ છે.