રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :જમ્મુ. , સોમવાર, 3 એપ્રિલ 2017 (06:35 IST)

સૌથી મોટી રોડ ટનલ(ભૂગર્ભમાર્ગ)નું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું, જાણો તેની વિશેષતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને શ્રીનગર નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી દેશની સૌથી મોટી સડક સુરંગનું લોકાર્પણ કર્યું. આ સાથે જ સુરંગમાંથી વાહનોની અવરજવર પણ શરૂ થઈ જશે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ચેનાની અને નાશરી વચ્ચે બનાવવામાં આવેલી આ 9 કિલોમીટર લાંબી સડક સુરંગ બનાવવામાં 3720 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. સરહદ પર બગડેલા હાલત અને ચેતવણીઓ વચ્ચે વડાપ્રધાનના પ્રવાસ માટે મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરંગથી દરવર્ષે લગભગ 99 કરોડ રૂપિયાના ફ્યુલની બચત થશે. આ સાથે જ રોજ લગભગ 27 લાખનું ફ્યુલ બચવાની સંભાવના છે. આ સુરંગ માર્ગથી જમ્મુ-શ્રીનગરની વચ્ચેનુ અંતર લગભગ 30 કિલોમીટર ઓછુ થઈ જશે. 


આ ભૂગર્ભમાર્ગ (ટનલ) વિશેની ખાસ વાતો જાણો 
 
- રાજમાર્ગ પર 286 કિલોમીટર લાંબી ચાર લેનવાળી પરિયોજનાનો ભાગ 9.2 કિલોમીટર લાંબી ડબલ ટ્યૂબ સુરંગ પર 23 મે 2011 ના રોજ કામ શરૂ થયુ. 
- 3,720  કરોડ રૂપિયાના રોકાણથી આ સુરંગ માર્ગ નીચલી હિમાલય પર્વત શ્રેણીમાં બનાવવામાં આવ્યો છે. 
- આ સુરંગ 1200 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ ભારતનો પ્રથમ એવો માર્ગ હશે જે વિશ્વ સ્તરીય સમેકિત સુરંગ નિયંત્રણ પ્રણાલી થી યુક્ત હશે નએ જેમા હવાના અવરજવર, અગ્નિશમન, સિગ્નલ, સંચાર અને વીજળીની વ્યવસ્થા સ્વચાલિત રીતે કામ કરશે. 
- આ માર્ગ પરથી રાજયની બે રાજધાનીયો જમ્મુ અને શ્રીનગરની વચ્ચે યાત્ર્રામાં અઢી કલાક ઓછો સમય લાગશે. 
- રોડ માર્ગથી ચેનાની અને નશરી વચ્ચેનુ અંતર 41 કિલોમીટરને બદલે હવે 10.9 કિલોમીટર રહી જશે. 
- આ સુરંગની સૌથી મોટી વાત એ છે કે તેમા 120થી વધુ સીસીટીવી લગાડવામાં આવ્યા છે. જેમાં દરેક કેમરાનુ અંતર 75 મીટર છે. 
- આઈટીસીઆર ચિંતાજનક પરિસ્થિતિમાં સુરંગની અંદર હાજર કર્મચારીઓ સાથે સંપર્ક કરવાની સમસ્યાનું નિદાન કરશે. સુરંગમાં દર 150 મીટર પર એસઓએસ બોક્સ લાગ્યુ છે. 
- આપાતકાલીન સ્થિતિમાં મુસાફરો તેનો ઉપયોગ હોટ લાઈનની જેમ કરી શકશે. 
- આઈટીસીઆરની મદદ મેળવવા માટે મુસાફરોએ એસઓએસ બોક્સ ખોલીને બસ હલો બોલવુ પડશે. 
- એસઓએસ બોક્સમાં ફર્સ્ટએડનો સામાન અને કેટલીક જરૂરી દવાઓ પણ મળશે.