શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગોલ્ડ કોસ્ટ. , ગુરુવાર, 12 એપ્રિલ 2018 (12:36 IST)

CWG 2018 - સુશીલ કુમાર અને બબીતા ફોગટનો 'દંગલ' માં મેડલ પાક્કો

કૉમનવેલ્થ ગેમ્સમાં ગુરૂવારે હરિયાણવી પહેલવાનોએ શાનદાર રમત બતાવી. રેસલર સુશીલ કુમારે 74 કિલોગ્રામ ફ્રીસ્ટઈલ અને બબિતા કુમારી ફોગાટે 53 કિગ્રા (નાર્ડિક સિસ્ટમ)માં પોતાનો મુકાબલો જીતીને ફાઈનલમાં સ્થાન મેળવ્યુ. આ રીતે આ બંનેના મેડલ પાક્કા થઈ ગયા છે. ભારત આ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 24 મેડલ (12 ગોલ્ડ, 4 સિલ્વર અને 8 બ્રોંઝ) જીતી ચુક્યુ છે.   મેડલ ટૈલીમાં તે ત્રીજા સ્થાન પર છે. 
- બબિતા કુમારી ફોગાટે ગુરૂવારે 53 કિલોગ્રામ કૈટેગરીમાં ત્રણ મુકાબલા રમ્યા. ત્રણેય રમતમાં જીત નોંધાવી. 
- બબિતાએ પહેલા મુકાબલમાં નાઈઝીરિયાની બોસ સૈમુઅલને માત આપી. બબિતાએ પોતાની વિપક્ષીને ઓછી તક આપી અને ત્રણ રાઉંડમાં ફક્ત એક જ અંક લેવા દીધો. બોસ પણ સારુ રમી રહી હતી અને ડિફેંસ સારુ કરી રહી હતી પણ બબિતાએ 3 અંક મેળવીને મુકાબલો 3-1થી જીતી લીધો. 
 
સુશીલે પાકિસ્તાનના બટને હરાવ્યુ 
 
- ભારતના સુશીલ કુમારે 74 કિગ્રાગ્રામ કૈટેગરી સ્પર્ધાની ફાઈનલમાં એંટ્રી કરી લીધી છે. સુશીલે પહેલી મેચમાં કનાડાના જેવોન બાલફોરને 11-0થી હરાવ્યો. સુશીલે બીજા મુકાબલામાં પાકિસ્તાનના અસદ બટને 10-0 થી પટકની આપી. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના કોન્નૂર ઈવાંસ ફાઉલ કરી ગયા અને સુશીલ કુમાર ખિતાબી મુકાબલામાં પહોંચી ગયા.