શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (17:38 IST)

શુ હવે ભારતીય ચૂંટણીઓને પ્રભાવિત કરી શકશે ફેસબુક

ફેસબુકના સંસ્થાપક માર્ક જકરબર્ગે મંગળવારે અમેરિકી સીનેટ સામે રજુ થઈને જણાવ્યુ કે ફેસબુક ભવિષ્યમાં દુનિયાભરમાં થનારા ચૂંટણીમાં મતદાતાઓને તેની માહિતી વગર પ્રભાવિત કરવાથી રોકવા માટે શુ પગલા ઉઠાવી રહી છે. 
 
જકરબર્ગે જણાવ્યુ કે ભારત બ્રાઝીલ પાકિસ્તાન અને હંગરી સહિત દુનિયા ભરમાં મહત્વની ચૂંટણીઓ થવાની છે.  અમે આ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે આ ચૂંટણીની ગરિમા કાયમ રાખવા માટે ધા જરૂરી પગલા ઉઠાવ્યા.  મને વિશ્વાસ છેકે અમે આ સમસ્યાનુ સમાધાન કરવા જઈ રહ્યા છીએ. 
 
આવામાં હવે સવાલ એ છે કે ફેસબુક એવુ તે શુ કરવા જઈ રહ્યુ છે કે જેનાથી ભારતીય લોકસભા ચૂંટણીનો હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી જેવો ન થાય. 
 
આ ચૂંટણીમાં રુસી તત્વોએ લાખો અમેરિકી ફેસબુક યૂઝર્સ સુધી પહોંચનારા રાજનીતિક જાહેરાત રજુ કર્યા. 
 
ભારતની ચૂંટણી પર શુ બોલ્યા ઝુકરબર્ગ ?
 
ફેસબુકે આ અઠવાડિયે 5.5 લાખ ભારતીય યૂઝર્સને સૂચના આપવી શરૂ કરી દીધી છે કે તેમનો ડેટા બ્રિતાની રાજનીતિક કંસલ્ટિંગ ફર્મ કૈબ્રિઝ એનાલિટીકા દ્વારા ઉપયોગમાં લેવાની શક્યતા છે.  આ એ કંપની હતી જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ચૂંટણી અભિયાન સાથે જોડાયેલી હતી.  કંપનીનો  દાવો હતો કે તેણે ટ્રંપના ચૂંટણી અભિયાનમાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 
આ કંપનીએ કથિત રૂપે ભારતમાં કોંગ્રેસ અને બીજેપીને પોતાની સેવાઓ આપવાની કોશિશ અને તે માટે રિસર્ચ કરવાનુ કામ કર્યુ છે.  જોકે અત્યાર સુધી કોઈ રાજનીતિક પાર્ટીના હિતમાં વ્યક્તિગત માહિતીઓનો ખોટો પ્રયોગ સાથે જોડાયેલ પુરાવો સામે આવ્યો નથી. 
વર્ષ 2019 માં થનારી આગામી લોકસભા ચૂંટણી સુધી 50 કરોડ ભારતીય નાગરિકોના ફેસબુક યુઝ કરવાની શક્યતા છે. આવામાં ઈંટરનેટની મદદથી મતદાઓ વચ્ચે રાજનીતિક સંદેશ ફેલાવવા અને તેને પ્રભાવિત કરવાની શક્યતા ખૂબ વધુ છે. 
 
ભારતમાં ફેસબુક ઉપયોગ કરનારા લોકો અમેરિકા કે કોઈ બીજા દેશના મુકાબલે વધુ છે.  આવામાં ફેસબુક પર આ વાતનો દબાવ છે કે તે પોતાનુ સિસ્ટમ યોગ્ય કરે કે વિદેશી એજંસીઓ અને ફેક એકાઉંટ અમેરિકી ચૂંટણીની જેમ અહી પણ ફેસબુકનો ખોટો ઉપયોગ ન કરી શકે. 
 
ફેસબુકના સંસ્થાપક માર્ક જકરબર્ગે અમેરિકી સીનેટ સામે પહેલાથી તૈયાર કરવામાં આવેલ નિવેદન વાંચતા ફેસબુકના આગામી પગલાની માહિતી આપી. 
 
- ફેસબુક ફેક એકાઉંટને હટાવવા અને રાજનીતિક એકાઉંટ્સને વૈરિફાઈ કરવા માટે હજારો લોકોની ભરતી કરશે. 
- કોઈપણ જાહેરાતદાતાની ઓળખ વેરીફઈ કરવી, રાજનીતિક અને કોઈ મુદ્દા પર જાહેરાત ચલાવનારા પેજને વેરીફાઈ કરવુ 
- ફેસબુક બતાવશે કે કોઈપણ રાજનીતિક જાહેરત માટે કોણે પૈસા આપ્યા 
- ફેક એકાઉંટની ઓળખ માટે આર્ટિફિશિયલ ઈંટેલિજેંસના પ્રયોગને વધારશે. 
- એ રૂસી એકાઉંટ્સને બંધ કરવામાં આવશે જે ફેક ન્યૂઝ અને રાજનીતિક જાહેરાતોને ચલાવી રહ્યા હતા. 
 
રાજનીતિ માટે બેઅસર થયુ ફેસબુક ?
 
શુ તેનો એ મતલબ છે કે હવે ફેસબુક ભારતમાં રાજનીતિક પાર્ટીયો માટે આગામી લોકસભામાં પ્રચાર કરવાનુ મુખ્ય દ્વાર નહી રહે ?
 
આ સવાલનો જવાબ ન માં છે કારણ કે ફેસબુક પર વાયરલ થનારા મોટાભાગના વીડિયોઝ પર કોઈને કોઈ પાર્ટીની છાપ હોય છે.  દરેક પાર્ટી હજુ પણ ફેસબુક પર પોતાના સમર્થકોમાં રાજનીતિક સંદેશ ફેલાવી શકે છે જે સંપૂર્ણ રીતે કાયદેસર પણ હશે. 
 

ફેસબુકમાં ફેરફાર ક એ રાજનીતિકોને ફાયદો 
 
ફેસબુકની ન્યૂઝ ફીડમાં આવેલ તાજેતરના ફેરફારનો ફાયદો રાજનીતિક પાર્ટીઓને મળવાની શક્યતા છે. આ ફેરફાર હેઠળ વધુ શેયર કરવામાં આવતી વોલ કંટેટ બીજા ફેસબુક યૂઝર્સની ટાઈમલાઈન પર વધુ દેખાશે.  
 
રાજનીતિક પાર્ટીયો દ્વારા ચાલતી સામગ્રીની સાથે પણ આવુ જ થાય છે કારણ કે તેના સમર્થક તેમની પાર્ટી તરફથી આવેલી સામગ્રીને વધુ શેયર કરે છે.  આ પ્રકારના ફેરફાર રાજનીતિક પાર્ટીઓને લાભ પહોંચાડી શકે છે. 
ફેસબુક પર વાત  વોટ્સએપ પર નહી 
 
ફેસબુકે છાપાઓની હેડિંગમાં સ્થાન બનાવ્યુ છે પણ ઝુકરબર્ગ પોતાની બીજી કંપની વોટ્સએપની અસરને લઈને ખૂબ શાંત છે. 
 
વોટ્સએપ પર આવનારા વાયરલ મેસેજ અને વીડિયોને સૌ પહેલા મોકલનારા વ્યક્તિ વિશે માહિતી મેળવવાનો હજુ કોઈ રસ્તો નથી. 
 
આ પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ ફેલાવવી ખૂબ સહેલી છે અને તેની ઓળખ, રિપોર્ટિંગ અને તેને રોકવી ખૂબ જ મુશ્કેલ. 
 
આ પ્લેટફોરમનો ઉપયોગથી અનેકવાર ઘાતક પરિણામ સામે આવી ચુક્યા છે અનેકવાર ખોટી અફવાને કારણે સાંપ્રદાયિક હિંસા અને સામુહિત હત્યાઓ પણ થઈ ચુકી છે.  આ વર્ષે ફેસબુક પર આ સમસ્યાનુ સમાધાન કરવાનો દબાણ બનાવવામાં આવશે અને આ કોઈ સંયોગ નથી કે વોટ્સએપ આ સમયે ભારતમાં પોતાના કાર્યકારી અધિકારી પસંદ કરવાની પ્રક્રિયામાં છે. 
 
ઝુકરબેગે કહ્યુ કે તેમની કંપની ફેસબુક રૂસ સાથે હથિયારોની રેસમાં હતી. જેથી એ ચોક્કર કરી શકાય કે આવનારી ચૂંટણીમાં રૂસ ફેસબુકનો ખોટો ઉપયોગ કરીને વિદેશી ચૂંટણીને પ્રભાવિત ન કરી શકે.