મંગળવાર, 1 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (14:24 IST)

LIVE કૉમનવેલ્થ ગેમ - કુશ્તીમાં રાહુલ અવારે અને સુશીલ કુમારે જીત્યો ગોલ્ડ

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ કૉમનવેલ્થ રમતમાં ભારતને આઠમા દિવસે ભારતીય પહેલવાનોને બે ગોલ્ડ મેડલ મળ્યા છે.  ભારતના રાહુલ અવારેએ મેંસ ફ્રીસ્ટાઈઈલ 57 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. 
 
મેચ શરૂમાં અવારે અને તાકાશાહીની વચ્ચે ટક્કર કાંટાની લાગી રહી હતી. પણ જેમ જેમ મેચ આગળ વધી અવારેનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો. તે મેચ દરમિયાન પોતાની પસંદગીની કૈંચી દાવ પર લગાવવાની પણ કોશિશ કરતા રહ્યા. 
સતત અંક મેળવતા તે એકવાર ઘાયલ પણ થયા પણ જલ્દી જ ખુદને સંભાળીને બીજીવાર પિટમાં આવ્યા અને વિરોધીને ધૂલ ચટાવી. 
 
રાહુલે આજે સવારે બે મેચ ટેકનિકલ શ્રેષ્ઠતાના આધાર પર જીત્યા હતા. મતલબ તેઓ પોતાના વિરોધીઓથી દસ અંકની લીડ લઈને જીત્યા હતા. આખો દિવસ તેમનુ ફોર્મ જોરદાર હતુ અને કદાચ આ જ કારણ છે કે ગોલ્ડ મેડલ હરીફાઈમાં તેમનો હોંસલો બુલંદ હતો. 
 
બીજી બાજુ મહિલાઓના 76 કિલોગ્રામ હરીફાઈમાં ભારતની કિરણે કાંસ્ય પદક જીત્યો છે. તેમણે મોરિશંસ ની કટૂસકિયાને પરિયાઘવેનને હરાવી. 
 
આ પહેલા વુમન ફ્રીસ્ટાઈલ 53 કિલોગ્રામ વર્ગમાં બબીતા કુમારી કનાડાની ડાયના વેકરથી 5-2થી હારી ગઈ અને આ હારે તેમને ગોલ્ડ મેડલથી દૂર કર્યો પણ સિલ્વર જરૂર તેમના ખાતામા આવી ગયો.