રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (12:47 IST)

CWG, Day 8: શૂટર તેજસ્વિનીએ જીત્યો આજનો પ્રથમ પદક, સિલ્વર પર સાધ્યુ નિશાન

કોમનવેલ્થ ગેમ્સના 8માં દિવસે ભારતીય પહેલવાનોની શાનદાર શરૂઆત પછી શૂટર તેજસ્વિની સાવંતે દિવસનો પ્રથમ પદક જીત્યો. તેમણે મહિલાઓની 50 મીટર રાઈફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો. તેજસ્વિની 618.9 અંક સાથે બીજા સ્થાન પર રહી. જ્યારે કે સિંગાપુરની માર્ટિના લિંડસેએ રેકોર્ડ 621.0 અંક મેળવી ગોલ્ડ પર કબજો કર્યો. સ્કૉટલેંડની સિઓનેડ 618.1 એ બ્રોંઝ જીત્યો. આ સ્પર્ધામં ભારતની અંજુમ મૌદગિલ 602.2 અંક સાથે 16માં નંબર પર રહી. 
 
37 વર્ષની તેજસ્વિનીએ આ રજત પદક સાથે જ શૂટિંગમાં ભારતના કુલ પદકોની સંખ્યા 12 થઈ ગઈ છે.  જેમા 4 ગોલ્ડ 3 સિલ્વર અને 5 બ્રોંઝ સામેલ છે. વેટલિફ્ટિંગમાં ભારતે સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ સાથે 9 પદક જીત્યા છે.