ગુજરાતને પાણી નહીં આપનાર એમપી સરકાર સામે રૂપાણી ધરણાં કરે - પરેશ ધાનાણી

paresh dhanani
Last Modified ગુરુવાર, 12 એપ્રિલ 2018 (15:15 IST)

ભાજપ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ ગુજરાતનું પાણી રોકનાર સામે ઉપવાસ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પડકાર ફેંકયો છે.
મધ્યપ્રદેશની ભાજપ સરકારે નર્મદાનું પાણી રોકી ગુજરાતની જનતા સાથે હળહળતો અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરીને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મધ્યપ્રદેશ સામે ઉપવાસ આંદોલન કરવાની માંગણી કરી છે.

સંસદમાં કોંગ્રેસે ચાલવા ન દીધું એવા આક્ષેપ સાથે ભાજપ દ્વારા આજે અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપ નેતાઓ, કાર્યકરો પ્રતીક ઉપવાસ પર છે ત્યારે ગઈકાલે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે મધ્યપ્રદેશની સરકારે નર્મદાનું પાણી રોકીને ગુજરાતની જનતા સાથે હળહળતો અન્યાય કર્યો છે. ત્યારે વિજય રૂપાણીએ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન સામે ઉપવાસ આંદોલન કરવું જોઈએ. વિજય રૂપાણી મધ્યપ્રદેશ સામે ઉપવાસ આંદોલન કરશે તો કોંગ્રેસ તેમને ટેકો આપશે’.


આ પણ વાંચો :