મંગળવાર, 16 જુલાઈ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : શુક્રવાર, 31 માર્ચ 2023 (13:25 IST)

What Women Want:ન બંગલો, ન કાર; એક છોકરી તેના પાર્ટનર પાસેથી આ 4 વસ્તુઓ માંગે છે

What a woman wants from a man in a relationship: - કોઈ સાઇકોલૉજિસ્ટ માટે પણ એ જાણવું સરળ નથી કે છોકરી તેના પાર્ટનરથી શું ઇચ્છે છે, પરંતુ કેટલીક ડિમાન્ડ એવી હોય છે જે મહિલાઓમાં એકદમ સામાન્ય હોય છે.
 
સ્ત્રીના મનને સમજવું ખૂબ મુશ્કેલ છે કારણ કે તેનો મૂડ સ્વિંગ થઈ જાય છે. છોકરીઓ પોતે આ વાતને માને છે કે તેમનું મન એક જેવું નથી રહેતું. જ્યાં સુધી સંબંધોની વાત છે, સામાન્ય રીતે સ્ત્રીઓની અપ્રોચ પુરૂષો કરતા અલગ હોય છે. ઘણા લોકોને એવું લાગે છે કે કોઈ છોકરી તેની સંપત્તિના કારણે તેના લવ પાર્ટનર તરફ આકર્ષાય છે, પરંતુ આ વાત હંમેશા સાચી સાબિત થતી નથી, કારણ કે આવા ઘણા ઉદાહરણો છે જ્યારે કોઈ સ્ત્રી, બંગલો, કાર, પૈસા, સંપત્તિ છોડીને પ્રેમ જતી રહે છે. ચાલો જાણીએ કે છોકરી તેના પુરૂષ પાર્ટનર પાસેથી કઈ 4 વસ્તુઓ ઈચ્છે છે.
 
1. રિલેશનમાં ઝૂઠને જગ્યા ન આપો 
કોઈપણ સંબંધનો પાયો સત્ય અને વિશ્વાસ પર ટકે છે, જો તેમાં અસત્યનો પ્રવેશ હશે તો સંબંધમાં તિરાડ આવશે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો પાર્ટનર ક્યારેય છેતરે નહીં અને જીવનભર સત્ય સાથે સંબંધ જાળવી રાખે.
 
2. સ્પેશન ફીલ કરાવો 
છોકરી ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેને હંમેશા એ અહેસાસ કરાવે કે તે તેના માટે કેટલી ખાસ છે. માત્ર વખાણ કરવા પૂરતું નથી, તમારે તેમના માટે કંઈક એવું કરવું જોઈએ કે તેઓ ખાસ અનુભવે.
 
3. પાર્ટનરને સપોર્ટ કરવો 
એમાં કોઈ શંકા નથી કે મહિલાઓ પોતાના લવ પાર્ટનર પાસેથી પ્રેમ ઈચ્છે છે, પરંતુ પ્રેમ સન્માન વિના અધૂરો લાગે છે. તે ઈચ્છે છે કે તેનો જીવન સાથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેને સાથ આપે, ગમે તેટલી મુશ્કેલી આવે, ક્યારેય પણ સાથની કમી ન થવી જોઈએ. તે આવા વ્યક્તિ સાથે ખૂબ સુરક્ષિત અનુભવે છે.
 
4. ક્વાલિટી ટાઈમ
ભલે રિલેશનશિપમાં આવ્યા પછી છોકરાઓની કરિયરની જવાબદારી વધી જાય છે અને પછી તેમને સમય ઓછો મળે છે, છતાં અઠવાડિયાની રજામાં ક્વોલિટી ટાઈમ વિતાવે છે. જો હેંગ આઉટ કરવાનો કોઈ પ્લાન ન હોય, તો ઘરે ડિનર અથવા મૂવીનો પ્લાન બનાવો.