કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાયા

હુબલી | વાર્તા| Last Modified સોમવાર, 30 માર્ચ 2009 (15:43 IST)

કર્ણાટક કોંગ્રેસનાં ધારાસભ્ય ભાજપમાં સામેલ થવા માટે વિધાનસભાની સદસ્યતાથી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસનાં ધારાસભ્ય સી પી યોગેશ્વરે વિધાનસભા અધ્યક્ષ જગદીશ શેટ્ટરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. તેમણે આ નિર્ણય પોતાના સમર્થકો અને નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લીધો છે.

ત્રણ ટર્મથી ચુંટાતા યોગેશ્વરે ખૂબ જલ્દી ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી છે. તેમજ તે બેંગ્લોર ગ્રામીણની લોકસભાની બેઠક પરથી ચુંટણી લડે તેવી સંભાવના છે.


આ પણ વાંચો :