દેશભરમાં દશેરા ધૂમધામથી ઉજવાયો

નવી દિલ્લી| ભાષા|

આખા દેશમાંની જીતના પ્રતીક રૂપે સોમવારે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળુ સળગાવવા અને વિજયાદશમી ઉજવવામાં આવ્યો. દેશભરમાં આ પર્વ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો. આ દરમિયાન રાજધાની દિલ્લી અને અમૃતસરથી અપ્રિય ઘટનાઓની પણ સમાચાર છે.

દિલ્લીમાં દુર્ગા પ્રતિમાને વિસર્જનના માટે લઈ જવામાં એક ટ્રક પલટી જવાથી આમા સવાર ચાર યુવકો મૃત્યુ પામ્યા અને 38 અન્ય ઘાયલ થઈ ગયા. પંજાબના અમૃતસરની પાસે અજનાલામાં દશેરા ઉત્સવ દરમિયાન એક ઘરની છત ઢળી પડી, જેમા 20 લોકો ઘાયલ થઈ ગયા. છત પર લોકોની ભીડ એકત્ર થઈ હતી.

મનમોહસિંહે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણના સ્વરૂપો પર તિલક લગાવ્યુ. પ્રધાનમંત્રી અને સોનિયા ગાંઘીએ રામલીલા ગ્રાઉંડમા દશેરા આયોજનમાં પણ હાજરી આપી. તેમા મુખ્યમંત્રી શીલા દીક્ષિત પણ હાજર હતી. કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે પુતળા દહનના બધા સ્થાનો પર કડક સુરક્ષા વ્યવસ્થા હતી. દિલ્લીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દશેરાના અવસર પર દિલ્લીની જનતાને શુભેચ્છા આપી.
ગુજરતાતમાં આ દિવસે મોટી સંખ્યામાં ફોર વ્હીલરનુ વેચાણ થયુ. રાજ્યમાં ફાફડા અને જલેબી જેવા ખાદ્ય પદાર્થોનુ સારુ એવુ વેચાણ થયુ. આ ખાદ્ય પદાર્થોની કિમંત 20 રૂપિયા પ્રતિ કિલોથી 40 રૂપિયા સુધી જતી રહી. વડોદરાની વાત કરીએ તો આ વસ્તુઓ સવા કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો. અમદાવાદમાં આ વેચાણ પાંચ કરોડ રૂપિયાનુ થવાનુ અનુમાન છે.

અંબાલામાં 175 ફુટ ઉંચો અને ત્રણ હજાર કિલોગ્રામ વજનના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યુ. ઉત્તરપ્રદેશના સહારનપુરના 20 મુસ્લિમ કલાકારોએ ત્રણ અઠવાડિયામાં આ પૂતળુ બનાવ્યુ હતુ.


આ પણ વાંચો :