Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 8 એપ્રિલ 2008 (11:37 IST)
સુરક્ષા કર્મચારીઓ વિરોધ દિવસ ઉજવશે
ચાર લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓએ પગાર પંચની ભલામણોમાં સંશોધન કરવાની માંગણીને લઈને ઓલ ઈન્ડિયા ડિફેંસ એમ્પોલોઈઝ ફેડરેશનની આગેવાનીમાં 22 એપ્રિલે વિરોધ દિવસ ઉજવશે.
ફેડરેશનની બે દિવસની કાર્યકારિણી બેઠક બાદ તેનાં મહાસચિવ સી.શ્રીકુમારે એક બયાનમાં કહ્યું હતું કે, તેમનું સંગઠન સુરક્ષા મંત્રી એ.કે.એન્ટનીને આવેદન સોંપીને સુરક્ષા મંત્રાલયનાં અસૈન્ય કર્મચારીઓ માટે પગાર પંચની ભલામણોમાં સંશોધનની વાત રાખશે. જેઓ સૈનિકો સાથે ખભેથી ખભો મિલાવી દરેક સ્થિતિમાં કામ કરે છે. વિરોધ દિવસ પર આ સુરક્ષા કર્મચારીઓ દેશમાં દેખાવો આયોજીત કરશે.