નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઉદયપુરમાં શુ કહ્યુ

P.R


- રાજસ્થાનની દરેક પેઢીનુ ભાગ્ય બદલવા માટે તમારે વસુંધરા રાજેને જીતાડવા પડશે તેથી મારી સાથે બોલો ભારત માતાની જય

- આપણી આવનારી પેઢીને ખરાબ દિવસો જોવા ન પડે તેથી હુ કહુ છુ કે કમળને ખીલાવો, કોંગ્રેસને હરાવો. જ્યા કમળ હોય છે ત્યા જ લક્ષ્મી હોય છે અને જ્યા લક્ષ્મી હોય છે ત્યા જ વિકાસની ધારા વહે છે.

- વસુંધરાજીએ એક વાત માટે મારી ઉંધ હરામ કરી દીધી હતી કે મોદીજી રાજસ્થાનમાં નર્મદાનુ પાણી લાવો અને આજે તેઓ સફળ થયા છે. આજે તેઓ રાજસ્થાનના ખેડૂતો માટે નર્મદાનું પાણી રાજસ્થાનમાં લાવવામાં સફળ થયા છે.

- બસ થોડાક જ દિવસો બચ્યા છે જેમા તેમનો હિસાબ જનતાની સામે આવી જશે.

- કોંગ્રેસનો બચાવ કરનારાઓને હું પૂછવા માંગુ છુ કે આજે પીએમ પર આરોપ લગાવ્યો છે, જો આવો આરોપ વસુધરા રાજે પર, મોદી પર કે શિવરાજ પર લાગતો, તો તેઓ એક જ મિનિટમાં અમને જેલમાં બંધ કરી દેતી. પણ સીબીઆઈને સાંપ સૂંઘી ગયો છે.

- મારા ગુજરાતમાં અનેક આદિવાસીઓ નોકરી કરવા આવે છે. મકાન માલિકો બહાર જાય છે તો ચાવી આદિવાસી નોકરના હાથમાં આપીને જાય છે પણ એક રૂપિયાની ચોરી નથી થતી, આ આદિવાસી વિશ્વસનીયતાનો પુરાવો છે.

- જે લોકો ગુપ્ત એજંસીની વાતો જાહેર કરે શુ તમે એવા લોકો પર વિશ્વાસ કરશો. શહજાદેએ કહ્યુ કે આઈએસઆઈ એજંસી રમખાણો પીડિતોના સંપર્કમા છે એવુ મને જાણ થઈ છે. શુ તેમણે આ વાત આ રીતે જાહેર કરવી જોઈએ.

- આપણા દેશમાં અનેક સીરિયલો ચાલે છે, પણ સીરિયલ એ જ ચાલે છે કે જેમા ફેમિલીની સ્ટોરી છે. તેથી કોંગ્રેસના શહજાદેને લાગ્યુ કે ફેમિલી સિરિયલ ચાલી જશે તેથી તેઓ દરેક સભામાં ફેમિલી સીરિયલ ચલાવે છે.

- તેમને કોલસામાં રસ છે, પુંજીમાં રસ છે પણ ડુંગળીમાં નથી. દિલ્હી સરકાર સોનુ કબજો કરવા માંગે છે. તેમને કોઈએ કહ્યુ કે રાજસ્થાનમાં તો દરેક ઘરમાં એક એક કિલો સોનુ છે તેથી તેમની નજર રાજસ્થાન પર છે.

- ડુંગળીના ભાવ ડબલ કોણ કરી રહ્યુ છે. ગરીબના મોઢામાંથી ડુંગળી કોણે છીનવી લીધી છે.

- આજની પેદાવારમાં ફક્ત 5 ટકા ઘટ્યા છે પણ ભાવ 1500 ટકા વધી ગયા છે.

- રાજમા અટલજીના જમાનામાં 28 રૂપિયા કિલો મળતુ હતુ આજે 100 રૂપિયે કિલો પણ નથી મળતુ આ કોણે કર્યુ. અટલજીની સરકાર હતી ત્યારે ડીઝલ 22 રૂપિયા હતુ આજે ડીઝલ 60 રૂપિયા લીટર થઈ ગયુ છે.

- અટલજીની સરકાર હતી ત્યારે ડુંગળી 36 રૂપિયા કિલો મળતી હતી, આજે 70 રૂપિયામાં નથી મળતી. મરચુ પણ આજે મોંઘુ થઈ ગયુ છે આ મ્રરચુ કોણે લગાવ્યુ.

- જે સમયે વાજપેયીએ સરકાર છોડી એ સમયે મોંઘવારી શુ હતી અને આજની મોંઘવારીને જોઈને લાગે છે કે ગરીબના ઘરમાં ચુલો સળગવો મુશ્કેલ થઈ રહ્યો છે.

- કોંગ્રેસનુ અભિમાન સાતમા આસમાન પર છે. કોંગ્રેસને પરવા નથી તમારી. આ ચૂંટણી રાજસ્થાનની છે. શુ કોંગ્રેસ પાર્ટીએ પોતાના કામનો હિસાબ આપવો જોઈએ કે નહી. શુ તમને તેઓ હિસાબ આપે છે. તેઓ ભાજપને ગાળો આપી રહ્યા છે પણ તમે શુ કર્યુ એ તો બતાવો

- શુ રાજસ્થાનમાં કોઈ મહિલા કોઈ પુત્રી, કોઈ મહિલા, કોઈ મા કોઈ મંત્રીને મળવાની હિમંત કરવા જશે. જો કોઈ મહિલા સરકારના ઓફિસે જઈ નથી શકતી તો એ સરકાર મહિલાઓની ઈજ્જત અને રક્ષા કેવી રીતે કરી શકે છે.

- જેમણે શહજાદે સ્વીકાર નથી, જેમને ન્યાયપાલિકા સ્વીકાર નથી કરતી, જેમને માઈનોરિટી કમિશન સ્વીકાર નથી. શુ આવી સરકારને તમે સ્વીકાર કરશો. તેથી આવી સરકાર જેણે રાજસ્થાનને તબાહ કરી દીધુ છે. લોકંતંત્રમાં દરેક નાગરિકને પોતાની વાત કહેવા માટે, પોતાની ફરિયાદ કરવા માટે સરકાર પાસે જવુ પડે છે કે નહી.

- તેમના પોતાના મુખિયા જે રાજ્સ્થાનમાં ગર્વનર છે તેમણે કહ્યુ - જો તમે આદિવાસીઓની યોજનાને નથી કરી શકતા તો તમે મારા હાથમા આપો હુ કરી બતાવીશ તેમણે કારોબાર પોતાના હાથમાં લઈ લીધો.

- મારી વાત તમે માનો ન માનો તમારી મરજી, વસુંધરાજીની વાત માનો કે ન માનો પણ ન્યાયપાલિકાની વાત તો માનશો ને


- રાજસ્થાન હાઈકોર્ટ કહ્યુ જો તમને સરકાર ચલાવતા નથી આવડતી, લોકોનુ કામ કરતા નથી આવડતુ તો તમે સરકાર છોડીને જતા રહો.

- ભારતની સુપ્રીમ કોર્ટ, ભારતના સવાસો કરોડ નાગરિક શ્રદ્ધાને જુએ છે. જ્યા શ્રદ્ધા છે ત્યા ન્યાયપાલિકા પર વિશ્વાસ હોય છે. જો તમને ન્યાયપાલિકા પર વિશ્વાસ નથી તો તમારી સરકાર બનવાનો કોઈ અધિકાર નથી.

- મિત્રો આ શહેજાદે અહી આવીને પાઠ ભણાવે છે. પણ તેમની સરકારની માઈનોરિટી કમિશનમાં 5 વર્ષમાં 80થી વધુ ઝડપો થઈ છે. નિર્દોષ લોકો માર્યા ગયા છે. તેમના જ માઈનોરિટી કમિશને અશોક ગહલોટની સરકાર પર માઈંનોરિટી વિશ્વાસ નથી કરતી તો શુ તમે કરશો ?
- જે સરકાર પર શહજાદેને વિશ્વાસ નથી એ સરકાર પર તમે વિશ્વાસ કરવો જોઈએ, શુ આવી સરકારને ઉખાડીને ફેંકી દેવી જોઈએ નહી, મિત્રો નિર્ણય તમારે કરવાનો છે.

- આજકાલ આખા હિન્દુસ્તાનમાં જે નેતા અહી ચુંટણીનો વોટ માંગવા આવ્યા હતા, તેમના પર તમને વિશ્વાસ છે. મિત્રો વિશ્વાસ હોય તો સરકારને વગર કહે રાજ્યસરકારને અંધારામાં વગર બતાવ્યા અચાનક ભોપાલ અચાનક નહી પહોંચતા. તેમને પોતાના મુખ્યમંત્રી પર વિશ્વાસ નહોતો.

ચૂંટણી જાહેર થયા પછી બધા નેતાઓને અમદાવાદના ચક્કર કાપવા આવવાનુ છે, તમારા રાજસ્થાનમાં શહેજાદા આવ્યા હતા. તેઓ શુ બોલી ગયા એ કોંગ્રેસના લોકો પણ સમજી ન શક્યા. તેઓ શુ કહીને ગયા, કોણે માટે કહી ગયા એ કહેનારને પણ નથી ખબર અને સાંભળનારને પણ ખબર ન પડી

- આજે મારા ચુંટ્ણીની પ્રથમ સભા થઈ રહી છે. હુ આદરણીય વસુધરાજીનો આભાર માનુ છુ. આ જ ધરતી પર સંત માવજી મહારાજ થઈ ગયા. આજે પણ માવજી મહારાજનુ ઝોપડી આજે પણ આદિવાસી લોકો માટે માવજી મહારાજનો ચોપડો પ્રેરણા આપે છે. તેમા લખ્યુ છે કે આપણા યુગમાં આઝાદીનો યુગ આઝાદીનો બિગુલ વગાડ્યો હો મહારાજ, માવજી મહારાજ જે કહીને ગયા હતા એ આજ અહીથી મારા આદિવાસી કરી રહ્યા છે.

- દેશના સ્વાભિમાન માટે લડનારા, દેશના સ્વાભિમાન માટે બલી ચઢનારા સંકલ્પ કરનારા માટે ઈતિહાસ સાક્ષી છે. હિદુસ્તાનમાં જ્યા જ્યા આદિવાસી વસ્તી છે તેઓ દેશભક્તિમાં આગળ છે. ક્યારેક લોકો જલિયાવાલા બાગને પણ યાદ કરે છે.

- જો આપણે મેવાડમાં રહીને વીર યોદ્ધા રાણા પ્રતાપને યાદ ન કરીએ તો તેમની યાદ અધૂરી રહેશે.

ઉદયપુર| વેબ દુનિયા|
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ઉદયપુરમાં એક રેલીને સંબોધન કરી રહ્યા છે. અહી અમે તેમના ભાષણની એક ઝલક રજૂ કરી રહ્યા છીએ.
- આ દ્રશ્ય કહે છે કે હવાનુ રૂખ કંઈ બાજુ છે, ભાઈઓ બહેનો હુ જયપુરમાં આવ્યો હતો, આજે મેવાડની ધરતીના નાનકડા ઘાટ પરથી કેટૃલો મોટો માનવસાગર.. ચુંટણી જાહેર થયા પછી મારી આ જોવા જઈએ તો પહેલી જનસભા છે. જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યા હજુ મારો પ્રવાસ શરૂ થયો નથી. આજે તેનો આરંભ તમારી આ ભૂમિ પરથી થઈ રહ્યો છે.


આ પણ વાંચો :