જોધપુર મંદિરમાં 185ના મોત

ચામંુડા મંદિરમાં ભાગદોડ મચતાં બની દુ્ર્ઘટના

જોધપુર| વેબ દુનિયા|

નવરાત્રિના પહેલા દિવસે જોધપુરના ચામુંડા મંદિરમાં પહેલા દર્શનની હોડમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં 185 જેટલા શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંદિરનાં બેરીકેટ્સ તુટવાથી તેમજ અફવા ફેલાવાથી ઘટી હતી.

મેહરાનગઢમાં આવેલ આ મંદિરમાં મંગળવારે સવારે 5:30 વાગ્યે અચાનક ભાગદોડ મચી ગઈ હતી. આ મંદિરની અંદર નવરાત્રિ દરમિયાન ભક્તોની ઘણી એવી ભીડ રહે છે. આ પ્રસંગે મંદિરમાં 20 હજાર લોકો હાજર હતાં. આ દુર્ઘટનાની શરૂઆત પગથિયાનાં બેરીકેટ્સ તુટી જતાં લોકોમાં ડર ફેલાયો હતો. અને, ત્યારબાદ અફવા ફેલાતાં ભીડ નીચે તરફ આવવા લાગી હતી.

પોલીસ વરિષ્ઠ અધિકારી સ્થળ પર પહોચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બિનસત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ 185 થી વધુ લોકોનાં મોત થયા છે. પોલીસ વડાએ પણ મૃત્યુઆંક 103 હોવાનો સ્વીકાર કર્યો છે. અને હજી તે વધી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે જોધપુરનાં ચામુંડા મંદિરમાં દરવર્ષે નવરાત્રિનાં પ્રથમ દિવસે ભક્તો દર્શન કરવા આવે છે. મંદિર પર્વત પર આવેલું છે. સોમવાર સવારે 3.30 વાગ્યાથી જ ભક્તોને ઘસારો શરૂ થઈ હતો. જો કે હાલ મંદિરનાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા હિમાચલ પ્રદેશમાં પર માતાનાં મંદિરે થયેલા ભાગદોડમાં 150 લોકોનાં મોત થયા હતાં. લોકોનો આક્ષેપ છે કે તે દુર્ઘટનામાંથી રાજસ્થાનનાં સરકારી તંત્રે કોઈ શીખ લીધી નથી..


આ પણ વાંચો :