J&K: પુંછમાં આતંકવાદીઓની તરફથી ફરીથી ફાયરિંગ, 1 આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરના પુંછ જીલ્લામાં આજે સવારે ફરી આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવી. ભારતીય સેના પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરી રહી છે. આજે વહેલી સવારથી જ આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીઓ ચલાવવી શરૂ કરી દીધી. સુરક્ષાબળો પણ આતંકવાદીઓને કરારો જવાબ આપી રહી છે. આતંકવાદી આજે મિની સેક્રેરિયેટની પાસે ફાયરિંગ કરી રહ્યા છે. રક્ષા પ્રવક્તાએ જણાવ્યુ કે જમ્મુ-કાશ્મીરના પુંછ જીલ્લામાં સેનાના સર્ચ અભિયાનમાં એક વધુ આતંકવાદી ઠાર થઈ ગયો. જ્યારે કે મુઠભેડમાં એક પોલીસ કાંસ્ટેબલ શહીદ થઈ ગયો અને એક સબ ઈંસ્પેક્ટર અને એક નાગરિક ઘાયલ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે રવિવારે પણ આતંકવાદીઓના સીમાપાર ઘુસવાના સમાચાર હતા.
રવિવારે મોડી સાંજ સુધી આતંકવાદીઓ તરફથી ફાયરિંગ ચાલુ હતી. સુરક્ષા બળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલ મુઠભેડમાં એક હેડ કાંસ્ટેબલ શહીદ થઈ ગયો. આ દરમિયાન એક સબ ઈંસ્પેક્ટર અને એક નાગરિક ઘાયલ થઈ ગયો. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના નૌગામમાં નિયંત્રણ રેખા પર ઘુસપેઠ કરવાની કોશિશ કરી. પણ ઘુસપેઠીયોની આ હરકતને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવી દીધી. આ મુઠભેડમાં ચાર ઉગ્રવાદી માર્યા ગયા હતા.
7 આતંકીઓને સેનાએ કર્યા ઠાર
પુંછમાં અલ્લાહપીર વિસ્તારમાં રવિવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ થઈ. બીજી બાજુ પુંછ ઉપરાંત નૌગામ સેક્ટરમાં પણ મુઠભેડ થઈ. જેમા ઘુસપેઠની કોશિશ કરી રહેલ 7 આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા. તેમની પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા.