1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 3 ઑક્ટોબર 2016 (10:59 IST)

J-K: આતંકવાદીઓએ બારામૂલામાં 2 ગ્રુપમાં કર્યો હુમલો, જાણો શુ હતો તેમનો પ્લાન

ભારતમાં આવેલ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કૈપ પાસે ફિદાઈન હુમલો થયો છે.  ભારતીય સેનાની ઉત્તરી કમાને ટ્વીટ કરી જણાવ્યુ કે "બારામૂલામાં હુમલો, હાલત કાબૂમાં છે"  હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને બે જવાન ઘાયલ થયા હતા. બે આતંકવાદીઓ પણ ઠાર થયા હતા.  46 રાષ્ટ્રીય રાઈફલ્સની છાવણી પર આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. આતંકવાદીઓની  સંખ્યા દસ હોવાનું કહેવાય છે.
 
   સૂત્રોએ કહ્યું હતું કે છાવણીમાં આતંકીઓ પ્રવેશવામાં નિષ્ફળ ગયા હતા. ભારતીય સેનાના કમાન્ડોએ પાકિસ્તાનમાના આતંકવાદીઓના અડ્ડાઓ નષ્ટ કર્યા એના ત્રણ દિવસ બાદ આ હુમલો થયો છે.   આ છાવણી બારામુલ્લા શ્રીનગરથી આશરે ૫૪ કિ.મી. દૂર આવેલી છે. આ છાવણીમાં સેનાના અને બીએસએફના જવાનો સાથે રહે છે.
 
 હુમલો રાત્રે 10.49  વાગ્યે થયો હતો. શરૂઆતમાં ગોળીબાર થયો હતો અને ગ્રેનેડો પણ ફેંકવામાં આવ્યા હતા.  સૂત્રોએ કહ્યું હતુ કે આર્મીને શનિવાર રાતથી આવા હુમલાની આશંકા હતી અને એનો સામનો કરવા એલર્ટ હતી.
 
ત્રણ કલાક થયુ ફાયરિંગ 
 
આતંકી હુમલા પછી સુરક્ષાબળોએ ક્ષણવારમાં જ મોરચો સંભાળી લીધો. આ દરમિયાન બંને બાજુથી ગોળીબાર થયો. શરૂઆતની ફાયરિંગ પછી જ  સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બાકીના આતંકવાદીઓ તરફથી વારેઘડીએ ફાયરિંગ ચાલુ હતી. આતંકવાદીઓએ રાષ્ટ્રીય રાઈફલ્સના કૈંપના મેન ગેટ અને તેની પાસે આવેલ બીએસએફની ઈકો-40 કંપનીના કૈપ પર અંધાધુંધ ફાયરિંગ કર્યુ અને ગ્રેનેડ દાગ્યા. આ દરમિયાન બીએસએફનો એક જવાન ઘાયલ પણ થઈ ગયો. સેના તરફથી લગભગ ત્રણ કલાક સુધી કાર્યવાહી થયા પછી રાત્રે લગભગ દોઢ વાગ્યે ફાયરિંગ રોકાય ગઈ. જો કે તપાસનુ અભિયાન ચાલુ છે. 
 
બે ટોળકીમં હુમલો કરવા આવ્યા આતંકવાદી 
 
ઉરી હુમલો અને તાજેતરમાં પીઓકેમાં સેનાની સર્જીકલ સ્ટ્રાઈક પછી જ સુરક્ષા એજંસીઓને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાત્રે લગભગ સાઢા દસ વાગ્યે આતંકવાદીઓએને બે ટુકડીમાં 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કૈપ પર હુમલો કર્યો. બે ટુકડીમાં આવેલ  4-6 આતંકવાદીઓએ હુમલો કર્યો. ગાડી કે એંબુલેંસથી આવેલ આ આતંકવાદી બે જૂથમાં વહેંચાઈ ગયા.  પ્રથમ જૂથે રાષ્ટ્રીય રાઈફલ્સના કૈપના મુખ્ય પ્રવેશ દ્વાર પર હુમલો કર્યો. બીજી બાજુ ગૂટે ઝેલમ નદીના  કિનારેથી કૈપ પર હુમલો કર્યો. ફિદાયીન આતંકવાદીઓએ એકે-47 અને ગ્રેનેડથી હુમલો કર્યો.