શુ આવી હશે 1000 રૂપિયાની નવી નોટ ? Viral થઈ તસ્વીર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીની જાહેરાત પછી બેંકો અને એટીએમની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે. લોકો પૈસાની કમી સામે લડી રહ્યા છે અને 2000 રૂપિયાના નવા નોટ હાલ સીમિત માત્રામાં જ છે. આવામાં સોશિયલ મીડિયા પર એક હજાર રૂપિયાની નવી નોટને લઈને અફવાઓ ફેલાય રહી છે. સોશિયલ મીડિયા પર એક હજારની નોટ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. આ ફોટો પર specimen લખેલુ પણ દેખાય રહ્યુ છે.
બીજી બાજુ બજારમાં 500 રૂપિયાની નોટ ખૂબ ઓછી આવી રહી છે. 500 અને 2000 રૂપિયાની વચ્ચે કોઈ નોટ ન હોવાથી છુટ્ટાની સમસ્યાથી પણ લોકોને બે-ચાર થવુ પડી રહ્યુ છે.
જો કે અત્યાર સુધી આ ચોખવટ નથી થઈ શકી કે આ ફોટો સાચો છે કે કોઈ વ્યક્તિએ તેને આમ જ પોસ્ટ કરી દીધો છે. છતા પણ સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમે તમને બતાવી દઈકે 2000 રૂપિયાના નોટની તસ્વીરો સોશિયલ મીડિયા પર આમ જ વાયરલ થઈ રહી હતી. પછી તે સાચી સાબિત થઈ.
(સાભાર - ટ્વિટર)