શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 25 નવેમ્બર 2016 (16:15 IST)

વારેઘડીએ બદલી રહેલ નિયમોથી કન્ફયૂજ ન થશો, અહી હવે પણ ચાલશે 500ના જૂના નોટ

8 નવેમ્બરના રોજ મોદી સરકાર તરફથી પાંચ સો એક હજાર નોટ બંધ કરવાના નિર્ણય પછીથી સરકાર નોટબંધી પર દરરોજ નવા નિયમ બનાવી રહી છે. જેનાથી લોકોમાં કન્ફ્યૂજન વધી રહ્યા છે. અનેક લોકો અત્યાર સુધી સમજી નથી શક્યા કે પાંચ સો હજારના નોટ બિલકુલ બંધ થઈ ગયા છે કે કેટલાકા સ્થાન પર ચાલી રહ્યા છે. 
 
જૂના પાચ સો ના નોટને લઈને તમારા દરેક પ્રશ્નનો જવાબ અમે આપીશુ 
 
પ્રથમ કન્ફ્યૂજન - (જો બેકાર થઈ ગયા છે જૂના નોટ ?) 500 અને 1000ના નોટ આજથી બેંકોમાં નહી બદલવામાં આવે. પણ ગભરાવવાની જરૂર નથી.  ઉલ્લેખનીય છે કે તમે તમારા જૂના નોટ બેંક ખાતામાં જમા કરી શકો છો. બસ તેના બદલે તમને તરત પૈસા નહી આપવામાં આવે. 
 
બીજુ કંફ્યૂજન - (શુ હવે ક્યાય નહી ચાલે 500ના નોટ?) - જો તમારી પાસે પાંચ સો ના નોટ છે તો તમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકરની શાળા, મ્યુનિસિપાલિટી અને લોકલ બોડી સ્કૂલ્સની 2000 રૂપિયા સુધીની ફી માટે 500ના જૂના નોટનો ઉપયોગ કરી શકો છો. 
 
ક્યા ક્યા ચાલુ રહેશે પાંચ સો ની નોટ ? 
 
-  સરકારી અને રાજ્ય સરકારના કૉલેજોમાં પણ 500 રૂપિયાના નોટની ફી લેવામાં આવશે. 
 
- ગ્રાહક કૉપરેટિવ સ્ટોર્સમાં પણ 500 રૂપિયાના નોટ સ્વીકાર કરવામાં આવશે અને તેની લિમિટ 5000 રૂપિયા જ રહેશે. 
 
- પ્રીપેડ મોબાઈલના ટૉપ-અપ માટે પણ 500ની જૂની નોટનો ઉપયોગ કરી શકાય છે. 
 
- 15 ડિસેમ્બર સુધી તમે પબ્લિક યૂટિલિટી બિલોના પેમેંટ માટે 500ના નોટનો ઉપયોગ કરી શકશો.  તેમા ફક્ત પાણી અને વીજળીના બીલોની ચુકવણીનો સમાવેશ છે. આ સુવિદ્યા ફક્ત ઈંડિવિજુઅલ અને હાઉસહોલ્ડર્સ માટે માન્ય થશે. 
 
- જરૂરી સેવાઓ જેવી કે સરકારી હોસ્પિટલ, રેલ-એયર બુકિંગ, દૂધ બૂથ, પેટ્રોલ પંપો પર જૂના નોટ હવે 15 ડિસેમ્બર સુધી ચાલશે. સરકાર આ સ્થાન પર 24 નવેમ્બર સુધી જ જૂના નોટ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. 
 
ત્રીજુ કન્ફ્યૂજન - (ટોલ બૂથ પર ચાલશે જૂના પાંચ સો ના નોટ ?) - રોડ અને ટ્રાંસપોર્ટ મંત્રાલયે નક્કી કર્યુ છે કે 2 ડિસેમ્બર સુધી ટોલ નહી લેવામાં આવે. પણ 3 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી આ ટોલ પ્લાઝા તમે 500ના જૂના નોટ દ્વારા ટોલ આપી શકે છે. 
 
ચોથા કન્ફ્યૂજન - (વિદેશી નાગરિકોના જૂના નોટનુ શુ થશે ? ) - વિદેશી નાગરિકોને એક અઠવાડિયામાં ફક્ત 5000 રૂપિયા સુધીની જ વિદેશી કરેંસી એક્સચેંજ કરવાની અનુમતિ મળશે. જેની માહિતી તેમના પાસપોર્ટમાં પણ આપવી પડશે.  તેના વિશે જરૂરી નિર્દેશ આરબીઆઈ તરફથી આગળ જતા રજુ કરવામાં આવી શકે છે.