શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :લખનૌ. , મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (14:49 IST)

સપામાંથી બરતરફ થયેલા શિવપાલ સહિત 4 મંત્રીઓ પરત આવી શકે છે

સોમવારે લખનૌમાં થયેલ બેઠક દરમિયાન સપાના પારિવારિક વિવાદને ઉકેલવાનો પ્રયત્ન ચાલુ છે. સૂત્રો મુજબ અખિલેશના મંત્રીમંડળમાં બધા બરતરફ થયેલા મંત્રીઓ પરત આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સીએમ અખિલેશ યાદવે શિવપાલ સહિત 4 મંત્રીઓને કેબિનેટમાંથી બરતરફ કર્યા હતા. 
 
રામગોપાલ યાદવે મુલાયમ પર બોલ્યો હુમલો 
 
માહિતી મુજબ રામગોપાલ યાદવે સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને તેમના ભાઈ પર જોરદાર હુમલો બોલ્યો. તેમણે કહ્યુ કે મુલાયમ સિંહે આવુ નિવેદન ન આપવુ જોઈએ. રામગોપાલ યાદવે કહ્યુ કે મુલાયમ સિંહ યાદવ સીએમ અખિલેશની લોકપ્રિયતાથી બળે છે.  તેમણે કહ્યુ કે દરેક બાપ ઈચ્છે છે કે તેમનો પુત્ર આગળ વધે પણ અહી એવુ નથી થઈ રહ્યુ. 
 
અમર સિંહ પાર્ટીના ખોટા સિક્કા 
 
સપામાંથી બહાર થયેલ પાર્ટીના પૂર્વ મહાસચિવ અને મુલાયમ સિંહ યાદવના પિતરાઈ ભાઈ રામગોપાલ યાદવે અમર સિંહ પર નિશાન સાધ્યુ છે. રામગોપાલે અમર સિંહને આડા હાથે લેતા કહ્યુ કે તેઓ પાર્ટીના ખોટા સિક્કા છે. અમર સિંહ કોઈ એક ધારાસભ્યને પણ ચૂંટણી જીતાવી શકતા નથી. રામગોપાલે કહ્યુ કે અમર સિંહે નેતાજીને ગેરમાર્ગે દોર્યા છે. તેમણે કહ્યુ કે એક ખોટા સિક્કાએ પાર્ટીના અસલી સિક્કાને બહાર કરી દીધુ.  રામગોપાલે એવુ પણ કહ્યુ કે પાર્ટીથી બહાર થતા અમર સિંહે મુલાયમ સિંહને ગાળો પણ આપી હતી. 
 
બીજીવાર મંત્રી બનતા પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યુ કે પાર્ટીમાં બધુ જ ઠીક છે. તેમણે કહ્યુ કે જે નેતાજી કહેશે તેનુ હુ પાલન કરીશ. શિવપાલે કહ્યુ કે પાર્ટી અને મુલાયમ પરિવારમાં બધુ જ ઠીક છે.