મંગળવાર, 25 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|
આપની યાદી
N.D
જ્યાં જ્યાં નઝર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીંહે આંખથી યાદી ઝરે છે આપની ! 1
માશુકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની ! 2
જોંઉ અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર;
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની ! 3
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા જે ઝૂમખાં;
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની ! 4
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં;
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની ! 5
N.D
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા ;
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની ! 6
દેખી બુરાઈ ના ડરુ હું, શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની ! 7
થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના ;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની ! 8
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની ! 9
પ્યારુ તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર ;
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ! 10
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ?
આશકોના રાહની જે રાહદારી આપની ! 11
N.D
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધુ;
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની ! 12
ભૂલી જવાની છો બધી લાખો કિતાબો સામટી ;
જોયુ ન-જોયું છો બને, જો એક યાદી આપની ! 13
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાંખુ બધી ;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની ! 14
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સલમાન અલી આગાએ ધોની અને દ્રવિડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યો મોટો ચમત્કાર
સલમાન અલી આગાએ 2025 માં પાકિસ્તાની ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો છે અને મહત્વપૂર્ણ પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે.
Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનુ નિધન બધા માટે ખૂબ જ દુખદ સમાચાર છે. તેમણે પોતાના કરિયરમાં એક થી એક ચઢિયાતી ફિલ્મો આપી અને વધતી વયમાં પણ ફિલ્મી દુનિયામાં કામ કરવાની સાથે જ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહેતા હતા.
WWE Survivor Series 2025- 2019 વર્લ્ડ કપ પહેલા વર્તમાન ચેમ્પિયનનું ગ્લેમરસ ફોટોશૂટ બહાર આવ્યું હતું, તેણીએ આ ખાસ શૈલીમાં સૌને ચમકાવી દીધા હતા
હાલની WWE મહિલા વર્લ્ડ ચેમ્પિયન સ્ટેફની વોકર હાલમાં ચર્ચામાં છે. તેણીએ તેના કામથી બધાના દિલ જીતી લીધા છે. દરેકને તેની ઇન-રિંગ એક્શન ગમે છે. વધુમાં, તેનો લુક પણ ખૂબ જ મનમોહક છે. તેની એન્ટ્રી સ્ટાઇલ ફક્ત મંત્રમુગ્ધ કરનારી છે
Dharmendra family Tree- ધર્મેન્દ્રની પહેલી પત્ની કોણ છે? ધર્મેન્દ્રએ તેમને પોતાના જીવનની પહેલી અને વાસ્તવિક નાયિકા ગણાવી
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 24 નવેમ્બર, સોમવારે બપોરે અંતિમ શ્વાસ લીધા. ધર્મેન્દ્ર દેઓલ તેમના અભિનય માટે જેટલા જાણીતા હતા એટલા જ તેમનું અંગત જીવન ચાહકોમાં ચર્ચાનો વિષય હતું. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હતા
Gold Silver Rates Today- સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, જાણો આજે શું ભાવ છે
જો તમે આજે સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ યોગ્ય સમય હોઈ શકે છે. આજે, 24 નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયાનું વિશ્લેષણ કરીએ તો, સોનાના ભાવમાં 1,600 થી વધુનો ઘટાડો થયો છે.
ધર્મ
Vivah Panchami 2025: વિવાહ પંચમી પર કરો આ 7 ઉપાયો, વૈવાહિક જીવન સુધરશે અને તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ
Vivah Panchami 2025: વિવાહ પંચમીનો તહેવાર 25 નવેમ્બર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સીતા અને રામની પૂજા કરવાની સાથે, તમારે કેટલીક ખાસ વિધિઓ પણ કરવી જોઈએ. આ વિધિઓ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.
અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ
Astrological Rules Day-wise Shopping: જ્યોતિષ મુજબ અઠવાડિયાના સાતેય દિવસ જુદી જુદી વસ્તુઓ સાથે સંબંધ છે. સોમવારથી રવિવાર સુશી કઆ દિવસે શુ ખરીદવુ શુભ છે અને કંઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ જાણીને તમે તમારી ખરીદીને વધુ લાભકારી બનાવી શકો છો.
Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો
Vivah Panchami Tithi 2025:માર્ગશીર્ષ મહિનાના પાંચમા દિવસને વિવાહ પંચમી કહેવામાં આવે છે, જે ભગવાન રામ અને માતા સીતાના પવિત્ર લગ્નની યાદમાં ઉજવવામાં આવે છે. શુભ તિથિ હોવા છતાં, આ દિવસે માનવ લગ્ન કરવામાં આવતા નથી. ચાલો જાણીએ કે આ દિવસે લગ્ન કેમ કરવામાં આવતા નથી.
Friday remedies- શુક્રવારે દીવમાં કોડી રાખીને પ્રગટાવશો તો શું થશે?
હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં, શુક્રવાર ખાસ કરીને ધન, સમૃદ્ધિ, સુંદરતા અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને સમર્પિત છે. તે શુક્ર ગ્રહનો પણ દિવસ છે, જે ભૌતિક સુખ-સુવિધાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે કાઉરી શેલથી દીવો પ્રગટાવવો એ એક પ્રાચીન અને અત્યંત અસરકારક વિધિ માનવામાં આવે છે.
Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ
Vivah Panchami 2025 Date: વિવાહ પંચમી ભગવાન રામ અને માતા સીતાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન રામે આ દિવસે માતા સીતા સાથે લગ્ન કર્યા હતા. જાણો આ વર્ષે વિવાહ પંચમી ક્યારે ઉજવવામાં આવશે.