કેવા છે આ સપના...

N.D
આ સપના ક્ષણભંગુર
છે સાબુના ફીણના પરપોટા
ક્ષણમાં બનતા, ક્ષણમાં તૂટતા
છે રેતીના મહેલ
એક કોમળ હવાથી ભાંગી પડતા
આ દિલમાં પ્રેમ જગાવી
રાતના સુમસામ અંધારામાં ખોવાઈ જતા
આ સપના ક્ષણભંગૂર
ચોરીથી આંખોના રસ્તે દિલમાં ઉતરતા
અચાનક એક ક્ષણની કરવટથી તૂટી જતા
પણ આ આંખો એક સપનાના તૂટ્યા પછી
ફરી જુએ છે એક નવુ સપનું
તેના પૂરા થવાની આશામાં....

વેબ દુનિયા|
(આભાર - લેખિકા 08)


આ પણ વાંચો :