શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી કાવ્ય
Written By

ગુજરાતી કાવ્ય- એક ઝાડ પણ બચી જાય

અંતિમ સમયે કોઈ નહી જાય
એક ઝાડ જશે સાથે
પોતાના મિત્ર પક્ષી-ખિસકોલીથી છૂટુ પડી
એક ઝાડ જશે સાથે
આગમાં પ્રવેશ કરશે એ જ મારા પહેલા

કેટલી લાકડી જોઈશે ?
સ્મશાનવાળો પૂછશે
ગરીબ કરતા ગરીબ પણ સાત મણ તો લેશે

હુ લખુ છુ મારી અંતિમ ઈચ્છાઓમાં
કે વીજળીના અગ્નિદાહ ઘરમાં
થાય મારો અંતિમ સંસ્કાર
જેથી મારા પછી પણ
મારા પુત્ર-પુત્રીઓની સાથે
એક વૃક્ષ પણ ખીલતુ રહે સંસારમા...