પ્રીતિ વિષે

દલપતરામ

W.D

દરદ દિલ દરદીનું દરદીજ જાણે,
અજાણ્યાં તો અંદેશો આણે

પાણીથી દૂર લગાર પડ્યા થકી,
તરફડે મછ જે ટાણે;
હાડીઆને મન હસવું આવે,
અને ઠીઠિ હસે તે ઠેકાણે. ...દરદ...

ચંદ્રમાં ચિત્ત ચકોરનું ચોંટ્યુ, જે વાકેફ હોય તે વખાણે
પોતાના જીવને પીડા પડી હોય તો, પારકો જીવ શુ પિછાણે. ....દરદ

ચમકની તરફ ખેંચાય છે, લોહડું, તે કહો કોણ તાણે;
અકલિત કારણ એ અસાધારણ, પ્યારનુ એ જ પ્રમાણે .....દરદ..

સારસ જોડું સનેહે વસે તેને, પાડતાં જુદાં પરાણે;
સુખની ઘડી તેને સ્વપ્ને મળે નહી, ટળવળીને તજે પ્રાણે... દરદ

દંપતીમાં દિલ તેમજ તરસે છે, બંધન પ્યાર બંધાણે;
વેબ દુનિયા|
જાણે છે અંતર અરસપરસનાં, ગાઈ બતાવે શું ગાણે.... દરદ.


આ પણ વાંચો :