રવિવાર, 2 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By અલ્કેશ વ્યાસ|

ફરતુ અને ચાલતુ

ફરતુ અને ચાલતુ
'વ્યસ્ત' બનેલી આપણી આ જીંદગીમાં આજે,
કોઇ પણ 'હમસફર' બની સાથે નથી ચાલતું..!

જ્યારે કે સમયનું 'કાળચક્ર' પણ રહ્યું છે,
તેની જગ્યાએ બસ ચાલતું અને ફક્ત ચાલતું...!

અને રહેવું પડે છે ક્યારેક એક માણસને પણ
બની ને એકદમ અજાણ્યું કે પછી બસ 'ફાલતુ'

કેમકે છેવટે તો આપણી આ જીંદગીમાં પણ
માણસ છે, બસ એક 'પૂતળુ' ફરતું અને ચાલતું...!