મોંધુ ખૂબ બજાર છે, રે ભાઈ

વેબ દુનિયા|

N.D
મોંધુ ખૂબ છે રે ભાઈ
ખિસ્સા પર ભાર છે, રે ભાઈ

વધારી રહી છે બીપી
મીઠી ખાંડમાં પણ કડવાહટ છે, રે ભાઈ

શાકભાજીમાંથી ગાયબ થયા મસાલા
સાવધાની ભર્યો વઘાર છે, રે ભાઈ

મૂંછોની પર નથી ચોંટતો હવે ભાત નસીબમાં રોટલી ચાર છે, રે ભાઈ

પૂરી-ઢેબરા યાત્રામાં હવે ક્યા
સૂકા મમરાની ભેલ છે, રે ભાઈ

અતિથિ સત્કારમાં હવે દમ નથી
ફીકો પડ્યો આવકાર છે, રે ભાઈ

સ્પેશ્યલ ડીશ હવે સ્વપ્ન બની ગઈ
પરહેજી દરેક રવિવારે છે, રે ભાઈ
કહે છે વ્રત માટે પણ માનતા નથી
કે પેટ ખૂબ લાચાર છે, રે ભાઈ

ભગવાનનો પ્રસાદ પણ થયો મોંધો
કળયુગનો ચમત્કાર છે, રે ભાઈ

- ડો. પુરૂષોત્તમ દુબે

(ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ)


આ પણ વાંચો :