બંને મોજ કરીએ....

વ્યંગ્ય ગીત

N.D
આઝાદી છે આવ રે આવ
હુ પણ ખઈશ તુ પણ ખા.

ખાવાનો છે આ કેવો રાગ
મને આપ મારો ભાગ
પ્રજા કરે છે ગુસ્સો
આવ પ્રજાને આપ ઢુસ્સો

ખાવાની છે અલગ મજા
હુ પણ ખાઉ, તુ પણ ખા

માટી, ઈટ, ચારો ખા
અંશ નહી તો બધુ જ ખા
ખાટુ, મીઠુ, ખારુ ખા
સૂરજ, ચાંદ, તારા ખા

આ લાંચ છે ઓ ભાઈ
હુ પણ ખાઉ તુ પણ ખા

રસ્તા મારા, તુ પુલ ખા
કોલેજ અને ગુરૂકૂળ ખા
થોડુ જલ્દી થોડુ વેરીવિખેરી ખા
છુપુ નહી, ખુલ્લમ ખુલ્લુ ખા

આઝાદી છે ન ગભરાઈશ
હુ પણ ખાઉ, તુ પણ ખા.

આદત છે જેવી તારી
ટેવ છે એવી મારી
ખાવામાં વળી શુ શરમ ?
ન ખાય તેના ફૂટે કરમ

બેઠો બેઠો બીન વગાડ
હુ પણ ખાઉ, તુ પણ ખા

ખાવામાં કેમ ગભરાતો
જે પકડે એ પણ ખાતો
ડોનેશન-કમીશનના દાતા
આપનાર-લેનાર બધા ખાતા

આ સંબંધને કર તાજો
હું પણ ખાઉ તુ પણ ખા

નિવિદાની રેટિંગમાં ખા
પ્રિંટિગની સેટિંગમાં ખા
આરક્ષણ વેટિંગમાં ખા
ફિક્સિંગ કર, બેટિંગમાં ખા

આઝાદીનો મતલબ શુ ?
નઇ દુનિયા|
હુ પણ ખાઉ, તુ પણ ખા.


આ પણ વાંચો :