- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી સાહિત્ય
» - ગુજરાતી કાવ્ય
અટકચાળો છોકરો
એક અડપલો છોકરો, જીવો જેનુ નામ :અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ,કાગળ કાં લેખણ છરી, જે જે વસ્તુ જોય;ઝાલે ઝુમી ઝડપથી, હીરા જેવી હોય,ના ના કહી માને નહી, કહ્યુ ન ધારે કાન;એને પણ દિન એકમાં, સર્વ વળી ગઈ સાન,ડોસો ચસ્માં ડાબલી મેળી ચડીઆ માળ;અતિ આનંદે અડપલે, તે લીધા તત્કાળ,ચશ્માં નાક ચઢાવીઆ, ખાડાળા જે ખોબ;ડાબલી લીધી દેખવા, ધારીને પગ ધુબઢીલુ ન હતુ ઢાંકણુ, જબરૂ કીધુ ઝોર;ઉઘડતા તે ઉછળ્યુ, કેધો સોર બકોર,આંખા મોં ઉપર પડી, તેમાંથી તપખીર;ફાંફાં મારે ફાંફડો, ધારે ન શક્યો ધીર,ચશ્માં નાખ્યાં ચોકમાં છીં છીં છીંકો ખાય;થાક્યો તે થુ થુ કરી, જીવો રોતો જાય,ચોળે ત્યાં તો ચો ગણો, આંખે આંધળો થાય;ડોસે દીધો દીકરો, ચશ્માંના ચોરાય.ડોસે ડારો દઈ કહ્યુ, હસવું તે થઈ હાણ;લાડકડા એ લાગનો, જીવા છુ તુ જાણ ચશ્માં તો વસમાં થયા, ડબીએ વાળ્યો ડાટ;જીવે ફરીને જીવતા, ઘડ્યો ન એવો ઘાટ.થોભ નહી જ્યાં લોભનો, શોભા સઘળી જાય;તૃષ્ણાથી તરસ્યો સદા, ધનથી નહી ધરાય.